પારડીઃ લગ્નના ત્રણ વર્ષ પછી પણ સંતાન ન થતાં યુવતીએ ટ્રેન નીચે પડતું મૂક્યું, સૂસાઇડ નોટમાં શું લખ્યું?
હર્ષનાની લાશ પાસેથી તેના પતિ આશિષને ઉલ્લેખીને લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં આ પગલું તેણે તેણે સંતાન થતું ન હોવાથી ભર્યું હોવાનું જણાવ્યુ હતું. બીજી તરફ હર્ષનાના પિયરીયાઓને અંતિમ દર્શન ન કરવા દઈ તેમની સાથે ગેરવર્તન કરતાં નારાજ પિયારીયા ઓનું ટોળું પારડી પોલીસ મથકે ધસી ગયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહર્ષનાના પરિવારે સાસરિયાઓ પર આક્ષેપ કરી તેવો હર્ષનાને શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાનું તેમજ સૂસાઈડ નોટમાં હર્ષનાના અક્ષર ન હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ તેમણે સાસરિયા સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.
હર્ષનાએ સૂસાઇડ નોટ લખી ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. તેણે લખ્યું હતું કે, ડિયર આશિષ, આઇ લવ યુ. મારી પ્રેગ્નેસનીના ચાન્સ ઓછા છે. ડોક્ટરે પણ ના કહ્યું છે. મને ખબર છે કે તું પણ મને કેટલો લવ કરે છે. મેં તારા આગળના ભવિષ્ય માટે જ વિચારીને આ કરું છું.
તેણે વધુમાં લખ્યું છે કે, મારા પ્રોબ્લેમને લઈ તું પણ મુસીબતમાં રહેશે મારી જે દવા કરી તે બદલ ધન્યવાદ મારી મરજીથી આ પગલું ભરું છું એને માટે કોઇની જ્વાબદારી નથી.મંગળવારના રોજ બપોરે ઓખા સુપરફાસ્ટ ટ્રેન નીચે પારડી સ્ટેશન નજીક હર્ષનાએ પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું હતું તેની પાસેના મોબાઈલના આધારે તેની ઓળખ થતાં પોલીસે તેના પરિવાર જનોને જાણ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, પારડી તાલુકાના તરમાલિયા ગામે ભેંસું ફળિયામાં રહેતા આશિષ મનહરભાઈ પટેલના લગ્ન લગભગ ત્રણ વર્ષ પહેલા નેવરી સુથાર ફળિયામાં રહેતા રશિકભાઈ મોહનભાઈ પટેલની દીકરી હર્ષના સાથે થયા હતા. જોકે, લગ્નના ત્રણ વર્ષ થવા છતા તેમને કોઈ સંતાન નહોતું. દરમિયાન મંગળવારે પરિણીતાએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
પારડીઃ ગત મંગળવારે પારડી રેલવે સ્ટેશન પાસે તરમાલિયાની પરિણીતાએ ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. પરિણીતાએ સૂસાઇડ કરતાં પહેલા પોતાના પતિને સંબોધીને એક ચિઠ્ઠી લખી છે, જેમાં તેણે સંતાન ન થતું હોવાથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. જોકે, બીજી તરફ યુવતીના પરિવારજનોએ આ ચિઠ્ઠી તેની ન હોવાનું અને સાસરીવાળા ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -