મોરારીબાપુની એક અપીલ પર લંડનમાં ગુજરાતીઓએ ગુજરાતના પૂરગ્રસ્તો માટે આપી દીધા કેટલા કરોડ? જાણો વિગત
લોર્ડ ડોલર પટેલ સહિતના આગેવાનોનું પ્રતિનિધિમંડળ ગઈ કાલે ગાંધીનગરમાં BJPના પ્રદેશપ્રવક્તા ભરત પંડ્યા સાથે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળ્યું હતું અને અસરગ્રસ્તો માટે એકત્ર કરેલા ફાળાનો ચેક તેમને આપ્યો હતો. અસરગ્રસ્તો માટે રામકથાને નિમિત્ત બનાવી સહાયની કરેલી ટહેલ માટે વિજય રૂપાણીએ મોરારીબાપુનો આભાર વ્યક્ત કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ ગુજરાતના બનાસકાઠામાં આવેલ પૂરમાં લોકોને સહાય થઈ રહે તે માટે માત્ર ગુજરાત નહીં પરંતુ વિદેશમાં વસતા ગુજરાતીઓએ પણ ભરપૂર મદદ કરી છે. હાલમાં બ્રિટનમાં લંડન-વેમ્બ્લીમાં મોરારીબાપુની રામકથા યોજાઈ હતી. આ કથા દરમ્યાન મોરારીબાપુએ ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પૂરના પ્રકોપનો ભોગ બનેલા ગ્રામમજનોને સહાય અને તેમની રાહત માટે ફાળો આપવાની અપીલ કરી હતી. તેમની આ અપીલને માન આપીને ઇંગ્લેન્ડમાં વસતા ગુજરાતીઓએ લાખો પાઉન્ડનો ફાળો ભેગો કરી લીધો હતો.
બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ઉપક્રમે લોર્ડ ડોલર પટેલ તથા રામકથાના યજમાન રમેશ-ઋષિ સચદેએ ગુજરાતી–બિનનિવાસી ભારતીયો પાસેથી સ્વૈચ્છિક દાનરૂપે પાંચ લાખ પાઉન્ડ જેટલો ફાળો એકત્ર કર્યો હતો. આ ફાળો ગુજરાતના મુખ્ય પ્રધાનને આપવા માટે એક પ્રતિનિધિમંડળ ગાંધીનગર પણ આવ્યું હતું અને ચેક ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -