યુવકે રાધનપુરની યુવતીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને આચર્યું દુષ્કર્મ, જાણો વિગત
આ અંગે તપાસ અધિકારી પીએસઆઇ કે.જે.રાજાએ જણાવ્યું હતું કે, હાલમાં ઘટના સ્થળ પાટણ ગ્રેસ્ટ હાઉસમાં રૂમનું પંચનામું કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ યુવતીનું મેડિકલ ચેકઅપ અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તેવું જણાવ્યુ હતું.
જેના કારણે યુવતી ગભરાઈને ગેસ્ટ હાઉસની બહાર નીકળીને પોતાના ઘરે પરત આવી ગઈ હતી. છેલ્લા એક મહિનાથી તેની સાથે લગ્ન કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી ત્રસ્ત બનેલી યુવતીએ 7 જુલાઇના રોજ રાધનપુર પોલીસ મથકે શખ્સ રાણા નટવર માલાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.
ગેસ્ટ હાઉસમાં યુવકે યુવતીને કહ્યું હતું કે, જો તું નહીં સ્વીકારે તો વીડિયો અને ફોટા વાઈરલ કરી નાખીશ તેમ કહીં તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા તેના વીડિયો અને ફોટો પોતાના મોબાઈલમાં પાડી દીધા હતાં.
રાધનપુરમાં રહેતી 20 વર્ષીય યુવતીને રાધનપુર તાલુકાના જવાહનગર શખ્સ રાણા નટવર માલાજીએ તેના પરિચય આવી હતી ત્યાર બાદમાં 17 ફેબ્રુઆરી 2018 રોજ તેની પાટણ તિરૂપતિ બજારમાં આવેલ એક ગ્રેસ્ટ હાઉસમાં લઈ જઈને તેની પજવણી કરીને બિભત્સ માંગ કરી હતી.
પાટણ: રાધનપુરની યુવતીને સમાજના યુવાને પાટણ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે ઘટના બાદ છેલ્લા એક માસથી લગ્ન બાબતની ધમકી આપતો હોવાની યુવતીએ રાધનપુર પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.