રાજકોટઃ મહિના પહેલાં લગ્ન કરનાર પ્રેમી પાસે પ્રેમિકાએ શું કરી માંગણી? શું આવ્યો અંજામ?
આ અંગે ભરતસિંહના પત્ની પૂજાબાએ સ્થાનિક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હજુ એક મહિના પહેલાં જ તેમના લગ્ન થયા છે. ત્યારે નીતાબા ભરતસિંહ ચનુભા જાડેજા નામની યુવતી પતિને ફોન કરીને માનસિક ત્રાસ આપતી હતી. આથી પરેશાન રહેતા પતિને તેમણે પૂછતાં યુવતીનું નામ આપ્યું હતું. તેમજ તે પોતાના પતિને કહેતી હતી કે, તું પૂજાબાને માવતરે મૂકીને મારી સાથે લગ્ન કરી લે.
આ અંગેની વિગતો એવી છે કે, ભરતસિંહના એક મહિના પહેલા જ પૂજાબા(ઉ.વ.20) સાથે થયા હતા. લગ્ન પછી યુવકની પૂર્વ પ્રેમિકા અને ખંભાળીયાના ભરાણા ગામમાં રહેતી નીતાબાએ ભરતસિંહને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. નોંધનીય છે કે, નીતાબાના પણ લગ્ન થઈ ગયા છે, પરંતુ તેઓ આઠ મહિનાથી રિસામમણે પિયર આવેલા છે.
જામનગરઃ હજુ મહિના પહેલા જ લગ્ન કરનાર યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા જામનગરના ધરાનગરમાં ચકચાર મચી ગઈ હતી. ધરારનગર-1માં રહેતા ભરતસિંહ અનોપસિંહ જાડેજા મંગળવારે સવારે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત પ્રેમિકાના માનસિક ત્રાસથી કંટાળીને કર્યો હોવાનું સામે આવ્યું છે.