Intresting Facts about Momos: મોમોઝ જોઈને કોના મોઢામાં પાણી ન આવે. ભાગ્યે જ કોઈ હશે જેને આ સ્ટ્રીટ ફૂડ ખાવાનું પસંદ ન હોય. મોમોઝ અને મસાલેદાર ચટણીનો સ્વાદ અદ્ભુત લાગે છે. જે વાનગી તમે આટલી બિન્દાસ્ત રીતે ખાવ છો, શું તમે જાણો છો તેનો ઈતિહાસ શું છે. તે ક્યાંથી આવી, કેવી રીતે આવી અને તેની શરૂઆત કેવી રીતે થઈ. જો નહિં, તો આજે અમે તેનો ઈતિહાસ જણાવીશું.
 


'મોમોઝ' નામ કેવી રીતે પડ્યું?
મોમોઝ એક ચીની શબ્દ છે પરંતુ તે તિબેટમાંથી આવ્યો છે. મોમો તિબેટીયન શબ્દ મોગ-મોગ (Mog-Mog)પરથી આવ્યો છે. તેનો અર્થ સ્ટફ્ડ બન થાય છે. એટલે કે, મોમો ફુલ ફોર્મ મોગ-મોગ છે, જેને શોર્ટ નામથી ઓળખવામાં આવે છે. આ સિવાય તે નેપાળી શબ્દ 'મોમ' (Mome) સાથે પણ જોડાયેલ છે. નેપાળીમાં, મોમનો અર્થ થાય છે 'વરાળથી રસોઈ પકાવવી'. તિબેટમાં તેને મોમોચા ​​કહેવામાં આવતું હતું. નેવારી ભાષામાં 'મા નેયુ'નો અર્થ થાય છે બાફેલો ખોરાક. તેથી જ આવી વાનગીને મોમોચા ​​કહેવામાં આવતું હતું.
 


વેજ મોમોઝ ફેમસ
બાય ધ વે, વેજ મોમોઝ ભારતમાં વધુ ફેમસ છે. દરેક ગલી, દરેક માર્કેટમાં અલગ-અલગ ફ્લેવરમાં મોમોઝ જોવા મળે છે, પરંતુ ઘણા લોકો માને છે કે સૌથી સ્વાદિષ્ટ મોમો શિલોંગમાં મળે છે. અહીં મોમોસની અંદર મીટ ફિલિંગ ભરીને સર્વ કરવામાં આવે છે. સિક્કિમમાં બીફ અને ડુક્કરનું માંસ ભરાય છે, જ્યારે અરુણાચલ પ્રદેશને અડીને આવેલા અમુક જાતિના લોકો તેમાં સરસવના પાન અને શાકભાજી ભરે છે. એવું કહેવાય છે કે શરૂઆતમાં નેવાર સમુદાય બફ મોમોઝ ખાતો હતો.
 
 ભારતમાં કેવી રીતે પહોંચ્યા તમારા મનપસંદ મોમોઝ?
મોમોઝ ભારતના સિક્કિમમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે સિક્કિમમાં મોમોઝ, ભૂટિયા, લેપચા અને નેપાળી સમુદાયના કારણે પહોંચ્યા હતા. તેઓ અહીં આવી જ વાનગીઓ ખાતા હતા. એવું માનવામાં આવે છે કે જ્યારે 1960 ની આસપાસ મોટી સંખ્યામાં તિબેટીયન ભારતમાં સ્થળાંતર થયા, ત્યારથી દેશમાં મોમોઝ શરૂ થયા. આજે દિલ્હી હોય કે મુંબઈ, કોલકાતા હોય કે ચેન્નાઈ, દરેક જગ્યાએ મોમોઝ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.