પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીની તબિયત લથડી, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ
અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
09 Aug 2019 08:25 PM
અરુણ જેટલીની તબિયત પૂછવા માટે ગૃહમંત્રી અમિત શાહ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા એઇમ્સ પહોંચ્યા છે. અમિત શાહ બાદ વડાપ્રધાન મોદી પણ એઇમ્સ પહોંચ્યા છે.
અરુણ જેટલીની તબિયત પૂછવા માટે ગૃહમંત્રી અમિત શાહ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા એઇમ્સ પહોંચ્યા છે. અમિત શાહ બાદ વડાપ્રધાન મોદી પણ એઇમ્સ પહોંચ્યા છે.
અરૂણ જેટલી નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નાણામંત્રી રહી ચુક્યા છે. જો કે, નાદુરસ્ત હોવાના કારણે તેઓ લોકસભા ચૂંટણી પહેલા ફેબ્રુઆરીમાં અંતરિમ બજેટ રજુ કરી શક્યા નહતા. નાદુરસ્ત તબિયતના કારણ તેમણે મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો.
અરૂણ જેટલી છેલ્લા બે વર્ષની બિમાર છે. ગત વર્ષે જેટલીએ એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. તેના બાદ જેટલીના ડાબા પગમાં સૉફ્ટ ટિશૂ કેન્સર થઈ ગયું છે. જેની સર્જરી માટે તેઓ આ વર્ષેજ જાન્યુઆરીમાં અમેરિકા પણ ગયા હતા.
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હી: પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમને મેડિકલ ચેક અપ માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સીએન સેન્ટરમં તેમની સારવાર ચાલી રહી છે. જેટલીને આજે સવારે દસ વાગ્યે એમ્સમાં દાખલ કરાયા હતા. હાલ તેઓ કાર્ડિક ન્યૂરો સેન્ટરના વૉર્ડમાં ભર્તી છે. ડૉક્ટોરનું કહેવું છે કે તેમની હાલત સ્થિર છે. જેટલીના હાલચાલ જાણવા માટે સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન પણ એમ્સ પહોંચ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -