ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં દિગ્ગજ નેતાઓથી લઈ બિઝનેસમેન પહોંચ્યા, જુઓ ખાસ તસવીરો
કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ખરાબ તબીયતનો હવાલો આપતા શપથ સમારોહમાં ભાગ લઈ શક્યા નહતા. રાહુલ ગાંધી પણ હાજરી આપી શક્યા નહોતા. જો કે કૉંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા હતા.
શપથ ગ્રહણ સમારોહમાં પિતરાઈ ભાઈ રાજ ઠાકરે પણ પહોંચ્યા હતા.
ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં રાજનીતિથી લઈ અનેક મોટા બિઝનેસમેન પણ પહોંચ્યા હતા.
મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી તરીકે શિવેસના ચીફ ઉદ્ધવ ઠાકરેએ ગુરવારે શપથ લીધા હતા. તેમની સાથે અન્ય 6 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. શિવાજી મહારાજને નમન કરતા ઉદ્ધવ ઠાકરએ મરાઠી ભાષામાં શપથ લીધા હતા. તેઓ ઠાકરે પરિવારના પ્રથમ મુખ્યમંત્રી છે.
એનસીપી ચીફ શરદ પવાર, સુપ્રિયા સુલે, અજિત પવાર, આદિત્ય ઠાકરે આ સમારોહમાં હાજર રહ્યાં હતા.
પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા છે.
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પરિવાર સાથે પહોંચ્યા હતા.