જામનગરમાં ઓડી કાર લઈને નીકળેલા છોકરાએ વૃદ્ધાને અડફેટે લઈ નિપજાવ્યું મોત
જામનગર: આજકાલ હિટ એન્ડ રનની કેટલીય ઘટનાઓ બને છે જેમાં બિચારા અસંખ્ય લોકો મોતને ભેટે છે. આવો જ કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે. જામનગરના શરૂ સેક્શન રોડ પર બુધવારે સાંજે 90ની સ્પીડે એક ટાબરિયાએ ઓડી કાર હંકારીને એક વૃદ્ધાને ઉલાળ્યા હતા. ઘટના પછી ટાબરિયો કારને લઈને ભાગી ગયો હતો.
ઘટનાની મળતી માહીતી પ્રમાણે, કચરો વીણી પોતાનું ગુજરાન ચલાવતા કમુબેન અમરશીભાઈ સોલંકી (ઉ,વ60) અને તેમનો પુત્ર બુધવારે સાંજે જામનગરના શરૂ સેક્શન રોડ પર ચાલીને રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે એક પૂરપાટ ઝડપે આવતી ઓડી કારે તેમને અડફેટે લીધા હતા.
ઘટના સ્થળે આવેલી પોલીસને લોકોએ જણાવ્યું હતું કે ઓડીકારનો ચાલક ટાબરિયો જણાતો હતો. અને તે અડધા કલાકથી 80 થી 90 કિમીના ઝડપે તે આ રોડ પર ચક્કર લગાવતો હતો. પોલીસે લોકોના નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી હતી.
અડફેટની ઝડપે ઉલળેલા કમુબેન 50 ફૂટ દૂર એક દીવાલ સાથે અથડાયા હતા. અકસ્માતના પહલે લોકો ભેગા થયા હતા. લોકોને જોઈને ટાબરિયો કાર લઈને ભાગી ગયો હતો. ઘટનામાં ભોગ બનનાર કમુબેનને કોઈએ 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.