જામનગરઃ ગર્લફ્રેન્ડ સાથે મુલાકાતનું કહીને રૂમપાર્ટનરે કર્યું યુવકનું અપહરણ, જાણો પછી શું થયું?
પરિવાર આર્થિક સંકડામણ અનુભવતો હોય પિતાએ શૈલેષને કોલેજ પછીના સમયમાં સ્કુલમાં નોકરી કરી પોતાનો ખર્ચ ઉઠાવવા સુચન કર્યું હતું, પરંતુ કમાણી કરવાને બદલે ખંડણીનો પ્લાન ઘડ્યો હતો. શૈલેષે પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે, પૈસા પડાવવા માટે અપહરણનો પ્લાન ઘડ્યો હતો. હેરાફેરી ફિલ્મની સ્ટોરી પરથી અપહરણની સ્ટોરી ઘડી હતી.
પુત્રના અપહરણ અને ખંડણીની વાતથી પરિવાર બેબાકળો બની ગયો હતો. બીજી બાજુ પાર્થને લાખાબાવળથી હોસ્ટેલ નજીક લઇ આવ્યા બાદ શૈલેષ ત્યાંથી નાસી ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં ગણતરીની કલાકોમાં શૈલેષ કછેટીયાને દબોચી લઇ લૂંટનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી શૈલેષ કેનેડી ગામનો વતની છે અને તેના પિતા છગનભાઇ ખાનગી સ્કુલમાં શિક્ષક છે.
જામનગરઃ હોસ્ટેલમાં રહી ફાર્મસીનો અભ્યાસ કરતા દ્વારકાના યુવકનું તેના રૂમપાર્ટનરે ગર્લફ્રેન્ડ સાથે મુલાકાત કરાવી આપવાનું કહીને અપહરણ કર્યું હતું અને આ પછી 5 લાખની ખંડણી માગી હતી. એટલું નહીં યુવકને માથામાં પથ્થર મારી ગળું દબાવી મોબાઇલ અને રોકડની લૂંટ ચલાવી હતી. જોકે, પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લીધો હતો.
પાર્થને મેદાનમાં લાવી શૈલેષે માથાના ભાગે પથ્થરનો ઘા ઝીંકી દીધો હતો. અચાનક હુમલો થતાં પાર્થ નીચે પટકાયો હતો તે સાથે શૈલેથે તેનું ગળું દબાવ્યું હતું અને મારી નાખવાની ધમકી આપી હતી, ત્યાર પછી શૈલેષે પાર્થ પાસે તેના મોબાઇલ અને પૈસા ઝૂંટવી લીધા હતા. એટલું જ નહીં પાર્થના પિતાને ફોન કરાવી પાર્થનું અપહરણ દિવલા ડોનની ગેંગે કર્યાનું કહી રૂ.5 લાખની માગ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, દ્વારકાના રેતવાપાડો ગામનો પાર્થ પરમાર (ઉ.વ.19) વિરપરીયા હોસ્ટેલમાં રહી અક્ષરપ્રિત ફાર્માસિસ્ટ કોલેજમાં અભ્યાસ કરે છે. પાર્થની સાથે તેના રૂમમાં શૈલેષ કછેટીયા સહિત અન્ય ત્રણ વિદ્યાર્થીઓ પણ રહેતા હતા. બુધારે રામનવમી નિમિતે કોલેજમાં રજાના દિવસે પાર્થને શૈલેષે તેની ગર્લફ્રેન્ડ નીતા સાથે મુલાકાત કરાવી આપવાનું જણાવ્યું હતું.
શૈલેષે પાર્થને કહ્યું હતું કે, આજે કોલેજમાં રજા છે પરંતુ તારે તારી નીતાને મળવું હોઇ તો નીતા સાથે નર્સિંગમાં અભ્યાસ કરતી પોતાની ગર્લફ્રેન્ડને કહી હોસ્ટેલ બહાર બોલાવી આપશે. આથી ગર્લફ્રેન્ડને મળવાની લાલચમાં પાર્થ રાજી થઈ ગયો હતો. બપોરે પાર્થ અને શૈલેષ ખોડીયાર કોલોનીમાં મળ્યા હતા ત્યાંથી રિક્ષામાં બેસી લાખાબાવળ કોલેજના પાછળના ભાગે આવેલા મેદાને ગયા હતા. બાદમાં તેનું અપહરણ કર્યું હતું.