જામનગર કોર્પોરેશનમાં ભાજપના મહિલા કોર્પોરેટરે લાકડી બતાવી કરી દાદાગીરી
રચના નંદાણીયાએ જેએમસીના કર્મચારીઓ ગરીબ માણસોને પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરી ફાઇલો ફેંકી દીધી હતી. રચનાબેનના મતે તેમણે અનેકવાર આ અંગે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ તેમની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી નહોતી. આખરે રચનાબેન હાથમાં લાકડી લઇને કોર્પોરેશન ઓફિસ પહોંચી ગયા હતા અને દાદાગીરી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગરઃ જામનગરના ભાજપના કોર્પોરેટર રચના નંદાણીયાની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, ભાજપના કોર્પોરેટર રચના નંદાણીયા શહેરના તળાવની પાળ વિસ્તારમાં રેકડી અને પાથરણાવાળાને રોકાણ વિભાગ દ્ધારા હેરાન કરતા હોવાની ફરિયાદ લઇને આસી.કમિશનર મુકેશ વરણવાની ચેમ્બરમાં લાડકી લઈને પહોંચી ગયા હતા અને લાકડી બતાવી ટેબલ પર પડેલી ફાઇલો ફેંકી દીધી હતી.
વીડિયો વાયરલ થયા બાદ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા જણાવ્યું હતું કે, હું પોલીસથી ડરતી નથી. હવે ગરીબ માણસોને નગરપાલિકાના કર્મચારીઓ પરેશાન કરશે તો તેમને માર પણ પડશે. જોકે, બાદમાં કમિશનરે કોર્પોરેટર રચનાબેર નંદાણિયાને શાંત પાડી તેમના પ્રશ્નનો ઉકેલ લાવવાની હૈયાધારણ આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -