જામનગરના વેપારીની કાર તપાસતાં ચોંકી પોલીસ, નિકળી નવી 2000ની નોટોની થોકડીઓ પર થોકડી
થોડા દિવસો પૂર્વે પણ હનુમાનગેટ પોલીસ સ્ટાફ 2000ના દરની 4 લાખની નોટો ઝડપી પાડી હતી. ત્યારે આજે એલસીબીને ચોક્કસ બાતમી મળતા અનુપમ સિનેમા પાસે ખંભાળિયાના વેપારી દિલીપભાઈની કાર ચેક કરતાં તેમાંથી 2000ના દરની 9.36 લાખની, જયારે 100ના દરની જૂની નોટો 65000 મળી કુલ 10,1000 ની મતાની નોટો અંગે વેપારીએ સંતોષકારક જવાબ ના આપતા આ તમામ નોટોને કલમ 41(1) ડી મુજબ કબજે કરી ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી છે. જો કે પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ તમામ નોટો વેપારી પાંચ ટકાના કમિશનથી લઇ અને 12 ટકાના કમિશનમાં અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવાની હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આમ જામનગરમાં એક અઠવાડિયામાં બે વખત મોટાભાગની બે હજારની સીરીયલ નંબરની નોટો પોલીસને હાથ લાગવી એ બાબતને સ્પષ્ટ કરે છે કે લોકો ભલે બેંક બહાર કલાકો સુધી હેરાન થાય પણ બેંકના ફૂટેલા કર્મચારીઓ અને અધિકારીઓનું એક મોટું સેટિંગ જામનગરમાં ચાલી રહ્યું છે. અને કમિશનપ્રથાથી આ આખાય સેટિંગને પાર પાડવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ અને ઇન્કમટેક્સ વિભાગ સહિતની એજન્સીઓએ જામનગરની આવી બેન્કો જે સેટિંગ કરીને નોટોને સગેવગે કરી રહી છે. તેવી બેન્કો પર ખાનગી રાહે તપાસ હાથ ધરી અને સેટિંગના મૂળ સુધી પહોંચશે તો લોકોને હાલાકીનો સામનો ઓછો કરવો પડશે.
અમદાવાદ: નોટબંધી બાદ લોકો કલાકો સુધી લાઈનોમાં બેન્ક અને એટીએમની બહાર પૈસા ઉપાડવા માટે લાંબી કતારોમાં ઉભા રહીને હાલાકીનો સામનો કરે છે. પરંતુ બેન્કના અધિકારીઓ અને કર્મચારીઓની કેવી મીલીભગત જામનગરમાં ચાલતી હશે તેનો એક અઠવાડિયામાં બીજો કિસ્સો સામે આવ્યો છે. એલસીબીએ અનુપમ સિનેમા વિસ્તારમાંથી ખંભાલીયાના જાણીતા વેપારી દિલીપ દતાણી પાસેથી બે હજારના દરની નવી નોટોનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.