જામનગરઃ ST બસે ટક્કર મારતાં યુવકનું મોત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Apr 2018 02:08 PM (IST)
1
જામનગરઃ ખંભાળિયા રોડ પર એસટી બસની ટક્કરે યુવકનું મોત થતાં ચકચાર મચી ગઈ છે. જામનગર ગઢડા રૂટની GJ 10 Y 8700 નંબરની બસે ટક્કર મારતાં મામદ હાસમ નામના યુવકનું મોત થયું છે. અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
2
આ અંગેની વિગતો એવી છે કે, આજે સવારે એસટી બસનો અકસ્માત થતાં લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને જાણ કરાતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટનાસ્થળે પંચનામું કર્યા પછી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાઇ હતી.
3
4