રાજકોટના યુવકે જામનગરની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક સંબંધ બાધ્યો હતો પછી શું થયું, જાણો વિગત
આ ચકચારી પ્રકરણમાં રાજકોટના શખ્સે સૌ પ્રથમ અશ્લીલ ફોટા અને વીડિયો ફેસબુક પર અપલોડ કરવાની ધમકી આપીને રૂપિયા 3 લાખની માંગણી કરી હતી જે પૈસાની માંગણીને તાબે ન થતાં તેણે અશ્લીલ ફોટા અને વીડિયો ફેસબુક પર અપલોડ કર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભોગ બનનાર યુવતીને તબીબી ચકાસણી માટે હોસ્પિટલ લઈ જવાઇ હતી. સોશિયલ મીડિયાના દુરૂપયોગનો આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. આ પ્રકરણમાં રાજકોટના શખ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવીને પ્રેમસંબંધ બાંધ્યા બાદ અશ્લીલ ફોટા અને વીડિયો પણ ઉતારી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. જે ફોટા અને વીડિયો ફેસબુક પર અપલોડ કર્યાંના કારણે તેણીનું સગાઈ તૂટી ગઈ હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
જોકે રાજકોટના શખ્સે યુવતીને પોતાની સાથે ધરાર સંબંધ રાખવા અને જો સંબંધ નહીં રાખે તો તેણીને ઉપરાંત માતા-પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર કાંડથી ત્રસ્ત બની ગયેલી યુવતીએ આખરે સીટી બી ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. જેના પગલે ભોગ બનનારની ફરિયાદ પરથી પોલીસે રાજકોટના હાર્દિક મહેન્દ્રભાઈ પંડ્યા સામે ગુન્હો નોંધી તેની શોધખોળ માટે જુદીજુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જે પૈસાની માંગણી યુવતીએ ન સંતોષતા તમામ અશ્લીલ ફોટા અને વીડિયો પણ ફેસબુક પર વાઈરલ કર્યાં હતા. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ અશ્લીલ ફોટાકાંડના કારણે યુવતીની સગાઈ પણ તુટી ગઈ હતી તેવું જાણવા મળ્યું હતું.
આ ઉપરાંત તેણીના અશ્લીલ ફોટા અને વીડિયો પણ ઉતારી કબજામાં રાખ્યા હતા. આ દરમિયાન યુવતીની સગાઈ અન્ય થઈ જતાં રાજકોટના શખ્સે પોત પ્રકાશતા તેણીના અશ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપીને માતબર રકમની માંગણી કરી હતી.
સમગ્ર જામનગરમાં ભારે ચકચાર જગાવનારા આ બનાવની પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગરમાં રહેતી એક યુવતી લગભગ દોઢેક વર્ષ પુર્વે ફેસબુકના માધ્યમથી રાજકોટમાં રહેતા હાર્દિક મહેન્દ્રભાઇ પંડ્યા નામના યુવાનના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે સારી મિત્રતા બંધાતા ધીરે ધીરે રાજકોટના શખ્સે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાધ્યો હતો.
જામનગર: જામનગરમાં દુરુપયોગ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં જામનગરમાં રહેતી યુવતી સાથે દોઢેક વર્ષ પુર્વે ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરીને અશ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યાની ફરિયાદ રાજકોટના શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ચકચાર મચી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -