રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં બનાવ્યો 6 BHKનો ભવ્ય મહેલ, જાણો કોણે કર્યો સૌથી પહેલાં ગૃહપ્રવેશ?
જાડેજા પત્ની રીવાબા સાથે આ બંગલામાં વાસ્તુપૂજન કરીને ગૃહ પ્રવેશ કર્યો હતો. હવે જાડેજાએ આ બંગલાનું નામકરણ જે રીતે કર્યું છે તે જોતા લાગે છે કે, તેની થીમ ક્રિકેટ પર આધારિત હશે.
રવિન્દ્ર જાડેજાનું વતન જામનગર છે અને જામનગરમાં જ તેમણે ક્રિકેટ શીખવાની શરૂઆત કરી હતી. જામનગરે રણજીતસિંહ, વીનું માંકડ, સલીમ દુરાની અને અજય જાડેજા જેવા ક્રિકેટર્સ દેશને આપ્યા છે.
પત્ની રીવાબા અને પુત્રી નિધ્યાનાબા સાથે જાડેજાએ આ બંગલોમાં ગૃહપ્રવેશ કર્યો હતો. જોકે રવિન્દ્ર જાડેજાની પુત્રીએ સૌથી પહેલા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો હતો.
રવિન્દ્ર જાડેજાનો નવો બંગલો જામનગરમાં પોશ ગણાતા પંચવટી વિસ્તારમાં 6 બીએચકે બંગલો બનાવ્યો છે. જેમાં હોમ થિયેટર અને જીમ સહિતની અનેક સુવીધાઓ છે. જાડેજા પોતે આ બંગલાની મુલાકાત લઈ જરૂરી સલાહ સુચન કરતો રહેતો હતો.
રવિન્દ્ર જાડેજા પણ લાંબો સમય સુધી ‘ક્રિકેટ બંગલો’ ખાતે જ ક્રિકેટ રમીને ઈન્ટરનેશનલ લેવલ સુધી પહોંચ્યા છે ત્યારે આ મેદાનનું ઋણ ચુકવવા અને મેદાન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા તેમણે પોતાના નવા બંગલોનું નામ ‘ક્રિકેટ બંગલો’ રાખ્યું છે.
ઘરમાં ઈન્ટિરિયરમાં જે વસ્તુઓ લગાડવામાં આવી છે તે ક્રિકેટ સાથે કનેક્ટેડ હોય તેવું જાણવા મળ્યું હતું. આ બંગલોમાં જે પણ તૈયાર કરવામાં આવ્યું છે તે રવિન્દ્ર જાડેજાની પસંદગીથી નક્કી કરવામાં આવી છે.
રાજકોટ: રાજકોટ અને જામનગરમાં રહેતો રવિન્દ્ર જાડેજાનો જામનગરમાં છેલ્લા ઘણા સમયથી બંગલો બની રહ્યો હતો. 6 બીએચકે બંગલો તૈયાર થઈ જતાં વાસ્તુ પૂજન કરી ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો. વાસ્તુ પૂજનમાં પરિવારજનો અને નજીકના સગા-સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બંગલોનો ગેઈટ રજવાડી સ્ટાઈલમાં તૈયાર કરીને બનાવવામાં આવ્યો છે.