જામનગરઃ દર્દી યુવતી સાથે ડોક્ટરની વધી નિકટતા, યુવતીએ ડોક્ટરકને ઘેર બોલાવ્યા, એકાંત માણવા પહોંચેલા ડોક્ટર સાથે શું થયું?
આમ ડોકટરને બદનામ કરવાની ધમકી આપી 19 લાખ 48 હજાર પડાવી લીધા હતા. ડો. વિઠ્ઠલાણીની ફરિયાદ પરથી પોલીસે અબ્દુલ ઇબ્રાહીમ શેઠા, ખુશ્બુ , દિલીપસિંહ પ્રતાપસિંહ જાડેજા અને આબીદ જુનસ સંઘાર સામે આઇપીસી કલમ 384, 386, 389, 506(ર), 120 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૃતકના પુત્ર દિલીપસિંહ જાડેજાએ ડો.પારસભાઇ પાસે આવીને તેમની બેદરકારીથી મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરી, સાડા ચાર લાખ પડાવી લીધાનું હતા. આ પછી ગઇ તા.3-7-2017ના દિને તાલુકાના વાડીનાર ગામના રહીશ આબીદ જુનસ સંઘારે પણ હાથની સારવાર કરાવ્યા બાદ ધમકી આપી સિતેર હજારની માંગણી કરી હતી.
પોલીસ તપાસમાં ખુશ્બુ સાથેના સંબંધો ઉપરાંત અન્ય બે કિસ્સામાં પણ ડોક્ટર પાસે રૂપિયા ખંખેરી લેવાયા હોવાનું બહાર આવ્યું છે. ગત સપ્ટેમ્બરમાં પ્રતાપસિંહ જાડેજા નામના શખ્સને અકસ્માત થતાં વિઠ્ઠલાણી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ જામનગરની હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું.
અબ્દુલ ખુશ્બુ સાથેના સંબંધોની વાતે બ્લેકમેઇલ કરીને દર મહિને બાર હજાર તેમની પાસેથી વસૂલવા માંડેલો. તેણે સાડાત્રણ લાખ રોકડા ડોકટરને ડરાવી-ધમકાવીને પડાવી લીધા હતાં અને પછી બ્લેકમેલની રકમ વધારવા માંડી હતી. આથી પરેશાન થયેલા ડોક્ટરે ખંભાળિયા પોલીસનો સંપર્ક કર્યો હતો.
ડોક્ટરે પોતાના સગા-સંબંધીઓ પાસેથી રોકડ રકમ ઉછીની લઇ તથા પોતાના પત્નીના દાગીના વેંચી આ રકમ આપી હતી. દરમિયાનમાં આ ફેબ્રુઆરીથી ડો.પારસ વિઠ્ઠલાણીએ જડેશ્ર્વર રોડ પર ખાનગી દવાખાનું ચાલુ કરતાં અબ્દુલ ઇબ્રાહીમ શેઠા તેમની પાસે આવ્યો હતો.
ડોક્ટર ખુશ્બુના ઘરે પહોંચ્યા ત્યારે યુવતીએ પોત પ્રકાશ્યું હતું. તેણે ડો.વિઠ્ઠલાણી પાસે પૈસાની માંગણી કરી હતી અને જો પૈસા નહિં આપે તો તેમની વિરૂઘ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી, તેમને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. તેથી ડોકટરે રૂપિયા 11 લાખ ખુશ્બુને પહોંચતા કર્યા હતાં.
ખુશ્બુને ટાઈફોઈડ થયો હતો ને ડોક્ટરે તેની સારવાર કરતાં સારૂં થઇ ગયું હતું. થોડા સમય બાદ ખુશ્બુએ વાત-ચીતનો વ્યહાર કેળવીને ડોક્ટર સાથે નિકટતા વધારી હતી. એ પછી તેણે પોતાની તબિયત ખરાબ હોવાનું જણાવી ડો.પારસભાઇ વિઠ્ઠલાણીને પોતાના ઘરે બોલાવ્યા હતાં.
આ અંગે મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયામાં જડેશ્ર્વર રોડ પર ખાનગી હોસ્પિટલ ધરાવતા ડો.પારસભાઇ વિનોદભાઇ વિઠ્ઠલાણી અગાઉ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. ચારેક વર્ષ પૂર્વે સરકારી હોસ્પિટલમાં ખુશ્બુ મીથિલેશ સિંહ નામની યુવતી સારવાર માટે આવી હતી.
જામનગરઃ ખંભાળિયામાં ખાનગી હોસ્પિટલ ધરાવતા યુવા ડોક્ટર દર્દી તરીકે આવેલી યુવતી તરફ આકર્ષાયા હતા. યુવતીએ તેમની સાથે નિકટતા કેળવીને પછી તેમને પોતાના ઘરે બોલાવ્યા હતા. યુવતી સાથે એંકાંત માણવા મળશે એ વિચારે ઘરે પહોંચી ગયેલા ડોક્ટરને આ મુલાકાત ભારે પડી જતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.