આકાશ-શ્લોકાની પ્રિ-એંગેજમેન્ટ સેરેમની: ભાવી પત્ની શ્લોકાને લઈને આકાશ અંબાણીએ શું કહ્યું, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સેરેમનીમાં અંબાણી પરિવાર હેલિકોપ્ટરથી ગોવા પહોંચ્યો હતો અને ત્યાર બાદ સફેદ રંગની લક્ઝુરિયસ ગાડીઓનો કાફલો વેન્યુ પર પહોંચ્યો હતો. સ્ટેજ બિલકુલ નજીક બનાવવામાં આવ્યો હતો. જ્યારે બન્નેની પ્રિ-વેડિંગ સેરેમની બાદ રાત્રે જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. આ સેરેમનીમાં પરિવાર સાથે જોડાયેલ 25 લોકો પહોંચ્યા હતાં. રાત્રે ગીત પર અંબાણી પરિવાર સહિત ખાસ લોકોએ ડાન્સ કર્યો હતો.
પુત્ર આકાશ અંબાણીની થનાર લગ્ન પર નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, મુકેશ અને મેં અમારા બાળકોને મજબૂત આધાર આપ્યો અને ત્યાં સુધી તેમને ઉડવા માટે પંખ પણ આપ્યા છે. અમે તેમને નિર્ણય લેવા માટે અધિકાર આપ્યો છે. તે નક્કી કરી શકે છે કે તેમને પોતાનું જીવન કોની સાથે જીવવું છે. તમે જેને પ્રેમ કરો છો જો એની સાથે તમારા લગ્ન થાય છે તો એ બહુ ખુશીની વાત છે. હું શ્લોકા ત્યાંથી ઓળખું છું જ્યારથી તે ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી. અમે બધાં પોતાના ઘર અને દિલમાં તેનું સ્વાગત કરવા માટે બહુ જ ખુશ છીએ.
આકાશ અને શ્લોકા આ વર્ષે જ લગ્ન ગ્રંથીથી જોડાશે. આ અવરસર પર પોતાના લગ્નને લઈને આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, હું બહુ જ ખુશ છું કે મારી મિત્રતા પ્રેમમાં બદલાઈ અને હું અને શ્લોકા લગ્ન કરવા જઈ રહ્યા છીએ. શ્લોકા મારા માટે બહુ જ સ્પેશિયલ છે.
ઘણીવાર આકાશ અને શ્લોકા એકબીજા સામે જોઈને હસતા જોવા મળ્યા તો ભાવી પત્નીને આકાશ ગળે લગાવતો જોવા મળ્યો હતો. આ અવસર પર આકાશ અંબાણીએ સફેદ રંગનું પેન્ટ અને બ્લૂ કલરનું બ્લેઝર પહેર્યું હતું જ્યારે શ્લોકા ગાઉમાં બહુ જ ખુબસુરત જોવા મળી હતી. ફોટોશૂટ દરમિયાન આકાશે શ્લોકાને પ્રપોઝ પણ કર્યું હતું. જ્યારે ફોટોશૂટ બાદ મુકેશ અંબાણી પોતાની પત્ની નીતા અંબાણી અને કોકિલાબેને શ્લોકાને કેક ખવડાવી હતી.
આ જશ્ન માટે ગોવામાં દરિયા કિનારે સફેદ મોગરા સાથે મંડપને સજાવવામાં આવ્યો હતો, ઠંડી હવાઓની વચ્ચે આકાશ અને શ્લોકાની પ્રી-એંગેજમેન્ટ સેરેમની થઈ હતી. બન્નેએ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. આકાશ અને શ્લોકા બહુ જ ખુશ જોવા મળ્યાં હતાં.
આકાશ અને શ્લોકાની સગાઈ જૂન મહિનામાં થશે પરંતુ આ પહેલા શનિવારે ગોવામાં જશ્ન થયો હતો. જેમાં નજીકના લોકો સામેલ થયા હતાં. સગાઈ પહેલા આકાશે પોતાની ફિયાન્સી શ્લોકાને પ્રપોઝ કર્યું હતું. શનિવારે ગોવામાં અંબાણી પરિવારે પ્રી-એંગેજમેન્ટ સેરેમનીની ઉજવણી કરી હતી.
ગોવા: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી પોતાની મિત્ર શ્લોકા મહેતા સાથે લગ્ન ગ્રંથીથી જોડાશે. ઘણાં સમયથી આકાશ અને શ્લોકાના અફેરની ચર્ચાઓ પણ ચાલતી હતી. હવે તેમના લગ્ન થવા જઈ રહ્યા છે તે ફાઈનલ છે. 27 વર્ષના આકાશે શ્લોકા મહેતા સાથે લગ્ન થવા જઈ રહી છે. બંન્ને નાનપણના મિત્રો છે, એક જ સ્કુલમાં બન્નેએ અભ્યાસ કર્યો છે. સાથે જ મોટા થયા છે અને હવે બન્ને હંમેશા માટે એક બીજાના થવા જઈ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -