લિફટના ઉપયોગમાં કરવામાં આવતી લાપરવાહીના કારણે તો કેટલીક વખત ટેકનિકલ ખામીના કારણે મોટી દુર્ઘટના સર્જાઇ છે. આ દુર્ઘટનામાં અનેક જિંદગીનો હોમાઇ જાય છે. આવી સ્થિતિમા લિફ્ટનો ઉપયોગ કરતી વખતે કેટલાક સાવધાનીના પગલા લેવા જોઇએ,  જાણીએ લિફ્ટનો ઉપયોગ કરતી વખતે શું સાવધાની રાખવી


લિફ્ટમાં થતી ટેકનિકલ ખામીના કારણે એક નહી અનેક વખત દુર્ઘટનાની ઘટનાઓ સામે આવી છે. લિફ્ટના ઉપયોગમાં થતી લાપરવાહીના કારણે તો કેટલીક વખત ટેકનિક ખામીના કારણે લોકોએ જિંદગી ગુમાવી હોય તેવા કિસ્સા છે. આ સ્થિતિમાં લિફ્ટમાં જતાં પહેલા શું સાવધાની રાખવી તેજાણવું જરૂરી છે. જેથી ટેકનિકલ ખામીના કારણે સર્જાતી ભયાવહ સ્થિતિથી બચી શકાય.


જો તમે લિફ્ટમાં અટવાઈ ગયા હોવ, તો તેને ચાલુ કરવા માટે વારંવાર બટન દબાવો નહીં. ઘણી વખત લિફ્ટ એ ફ્લોર પર અટકતી નથી જ્યાં તેને રોકવી જોઈએ અને નીચે જવા લાગે છે. તેનાથી પણ લોકો ડરી જાય છે. આ સ્થિતિમાં પણ વારંવાર બટન દબાવો નહીં તો લિફ્ટમાં બીજી કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે.


- જો તમને લિફ્ટનો ઉપયોગ કરતી વખતે કોઈ ખામી કે ટેક્નિકલ સમસ્યા જણાય તો તરત જ સોસાયટીના ગાર્ડ કે મેઈન્ટેનન્સ ઓફિસને જાણ કરો. આની મદદથી લિફ્ટની જાળવણી અને ટેકનિકલ ખામીને સમયસર સુધારી શકાય છે, જેથી કોઈ અકસ્માત ન થાય.


લોકો ઘણી વખત લિફ્ટની વચ્ચે હાથ નાખે છે. આવું કરવું પણ ખતરનાખ સાબિત થઇ શકે છે.  આનાથી તમારા હાથને ઈજા થઈ શકે છે અને હાડકાંનું ફ્રેક્ચર પણ થઈ શકે છે. એક બીજી વાત ખાસ એ છે કે,લિફ્ટમાં જતી વખતે મોબાઇલ હંમેશા સાથે રાખવો જેથી લિફ્ટ અચાનક બંધ થઇ જાય તો કોલ કરીને કોઇની મદદ લઇ શકાય. ઘણી વખત લિફ્ટ બંધ થઇ જતાં અંદરની ફોન લાઇન પણ બંધ થઇ જાય છે.


 


-લિફ્ટમાં પ્રવેશતા પહેલા તપાસ કરો કે તેમાં પહેલાથી તેમાં કેટલા લોકો છે. ઓવરલોડિંગને કારણે લિફ્ટમાં ટેકનિકલ સમસ્યા પણ આવી શકે છે, લિફ્ટ અધવચ્ચે બંધ થઈ શકે છે.


 


-જો તમે લિફ્ટમાં એકલા હોવ અને લિફ્ટ અચાનક અધવચ્ચે બંધ થઈ જાય તો ગભરાશો નહીં. જો લિફ્ટમાં એલાર્મ બટન હોય તો તેને દબાવો. કેટલીક લિફ્ટમાં હેલ્પલાઇન નંબર પણ લખવામાં આવે છે. જો આ નંબર તમારી લિફ્ટમાં લખાયેલો હોય તો તેને કોલ કરો. સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ આમાં તમારી મદદ કરી શકે છે.