Stock Market Record: ભારતીય શેરબજારમાં (Indian Stock Market) દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે અને ગુરુવારે સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સે ઇતિહાસ રચ્યો અને પ્રથમ વખત 79000નો આંકડો પાર કર્યો હતો. સેન્સેક્સની જેમ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 પણ દરરોજ નવા ઓલ-ટાઇમ હાઈ લેવલને સ્પર્શી રહ્યો છે. આજે પણ નિફ્ટી 24,000ના આંકડાની નજીક પહોંચી ગયો હતો.


ધીમી શરૂઆત બાદ અચાનક ઉછાળો આવ્યો હતો


શેરબજારમાં તેજીનો દોર ચાલુ છે. ગુરુવારે બજાર ખૂલતાંની સાથે જ BSE સેન્સેક્સ તેના અગાઉના 78,674.25ના બંધની સરખામણીએ નજીવા ઘટાડા સાથે 78,758.67ના સ્તરે ખૂલ્યો હતો પરંતુ થોડો સમય બાદ શેરબજારમાં તેજી જોવા મળી હતી અને 150થી વધુનો ઉછાળો આવ્યો હતો. પોઈન્ટનો રેકોર્ડ બનાવતા તે પ્રથમ વખત 79,000 ના સ્તરને પાર કરી ગયો. તે 79,033.91ના નવા ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ્યો હતો.


સેન્સેક્સની જેમ નિફ્ટીએ પણ છેલ્લા ટ્રેડિંગ દિવસના બંધ 23,868.80થી થોડા વધારા સાથે 23,881.55ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું, પરંતુ પછી અચાનક તે 23,974.70ની નવી ટોચે પહોંચ્યો હતો. બેન્ક નિફ્ટી પ્રથમ વખત 53,180.75ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શી ગયો છે અને બજારમાં બેંન્કિંગ શેરોમાં તેજી જોવા મળી હતી. BSEનું માર્કેટ કેપ 437.80 લાખ કરોડ રૂપિયા થયું છે.


કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?


BSE સેન્સેક્સ 84.42 પોઈન્ટ અથવા 0.11 ટકાના વધારા સાથે 78,758.67 ના સ્તર પર ખુલ્યો. જ્યારે NSE નો નિફ્ટી 12.75 પોઈન્ટ અથવા 23,881.55 ના સ્તર પર ખુલ્યો હતો. સ્થાનિક શેરબજારમાં તેજીની શરૂઆત થઈ હતી પરંતુ ખુલતાની સાથે જ બજાર ઘટાડાના રેડ ઝોનમાં સરકી ગયું હતું. આજે સિમેન્ટના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટે ઈન્ડિયા સિમેન્ટનો 23 ટકા હિસ્સો ખરીદવાના સોદાને મંજૂરી આપી દીધી છે.


સેન્સેક્સ શેરોની સ્થિતિ


જો આપણે સેન્સેક્સના શેર પર નજર કરીએ તો તેના 30 શેરોમાંથી 12 શેર વધારા સાથે અને 18 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ તેના મોટા સિમેન્ટ સોદાના આધારે માર્કેટમાં ટોપ ગેઇનર બની છે અને તેના પછી JSW સ્ટીલ આવે છે.


BSE નું માર્કેટ કેપિટલાઇઝેશન


માર્કેટ ઓપનિંગ સમયે BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ 437.02 લાખ કરોડ હતું, પરંતુ ઓપનિંગના અડધા કલાકમાં જ તે ઘટીને 438.46 લાખ કરોડ પર આવી ગયું છે. બજાર ખુલ્યાના એક કલાક પછી એટલે કે સવારે 10.12 વાગ્યે આ માર્કેટકેપ 439.07 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. BSE પર ટ્રેડ થયેલા 3296 શેરોમાંથી 2060 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. 1122 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 114 શેર કોઈ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે.


 આ શેરમાં જોવા મળી તેજી


શેરબજારે નવી ઊંચાઈ હાંસલ કરી છે ત્યારે કેટલાક શેર એવા છે જેમાં તેજી જોવા મળી હતી. આમાં સૌથી મોખરે અલ્ટ્રાટેક સિમેન્ટ છે, જેનો શેર સમાચાર લખાય ત્યાં સુધી 3.16 ટકા વધ્યા બાદ 11,502.35 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય JSw સ્ટીલનો શેર 1.53 ટકાના વધારા સાથે  933.45 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય રિલાયન્સ, કોટક બેન્ક, એચયુએલ, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજા ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, ઈન્ફી, એનટીપીસી અને ટાટા મોટર્સના શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.