Mental Health:  કેટલાક પોષક તત્વોથી ભરપૂર ખોરાક આપણને તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે. તણાવ અને ચિંતાને કાબૂમાં રાખવા માટે તે શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે. તો એવા 5 ક્યાં ફૂડ છે, જેના સેવનથી આપ ગૂડ ફીલ કરશો અને મૂડ સારો રહેશે.




અશ્વગંધા


અશ્વગંધા તેના તણાવ ઘટાડવાના ગુણો માટે જાણીતી છે. રોજ સૂતા પહેલા અશ્વગંધા ચા પીવાથી તણાવ ઓછો કરવામાં ઘણી મદદ મળે છે. તેનાથી ઊંઘ પણ સુધરશે અને બીજા દિવસે તમે તાજગી અનુભવશો. અશ્વગંધા સ્ટ્રેસ વધારતા હોર્મોન કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે.


બદામ


બદામમાં મેંગેનીઝ, ઝિંક, વિટામિન ઇ, વિટામિન બી12 ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ બધા પોષક તત્વો છે જે માનસિક ક્ષમતાને સુધારે છે. તેઓ હેપી હોર્મોન સેરોટોનિન છોડે છે, જે મૂડ સુધારે છે અને તણાવ ઘટાડે છે.


કેળા


કેળામાં આવા પોષક તત્વો હોય છે જે સેરોટોનિન એટલે કે હેપી હોર્મોન માટે જરૂરી છે. આ હોર્મોનનો સીધો સંબંધ ખુશ રહેવા અને તણાવ ઘટાડવા સાથે છે.


ગાયનું દૂધ


ગાયનું દૂધ તણાવ ઓછો કરી શકે છે અને સોજા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. તેમાં વિટામિન ઇ અને બીટા કેરોટીન જેવા ઘણા બધા એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે. તેઓ ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં મદદ કરે છે અને સોજા  જેવી સમસ્યાઓથી રાહત આપે છે.


કેમોમાઈલ ટી


કેમોમાઈલ ફ્લાવર ટી શરીરમાં સેરોટોનિન હોર્મોનનું ઉત્પાદન વધારે છે. આ તણાવ ઘટાડવામાં અને હંમેશા ગૂડ ફીલમાં મદદ કરે છે.


Health: આ બંને ફૂડનું કોમ્બિનેશન શરીર માટે છે હાનિકારક, ભૂલથી પણ સાથે ન ખાશો, થશે આ ગંભીર નુકસાન


Health:અમુક વસ્તુઓ એકસાથે ખાવાથી વિટામિન ડી અને અન્ય પોષક તત્ત્વો જેવા કે કેલ્શિયમ, આયર્ન અને વિટામિન સી બધાનો એકસાથે લાભ મળી શકે છે.જો કે કેટલાક વિરોધી પ્રકૃતિના ફૂડ સાથે ખાવા હિતાવહ નથી


  ઘણા ખોરાક સંયોજનો એવા છે. જેને સાથે ખાવાથી શરીરમાં તેની આડઅસર થાય છે. જેમકે દૂધની સાથે ખાટા ફળોનું સેવન ન કરવું જોઇએ , તેવી જ રીતે દુધ અને દહી પણ સાથે ખાવાની મનાઇ કરવામાં આવે છે.  ઈએ. તેવી જ રીતે, અન્ય ઘણા ખોરાક છે જેનું મિશ્રણ પણ ટાળવું જોઈએ. આ ખરાબ સંયોજનો કાં તો પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે અથવા ખોરાકમાં હાજર પોષક તત્વોના શોષણને મર્યાદિત કરી શકે છે. જાણીએ એવા ક્યાં ખોરાક છે. જેનું સેવન સાથે ન કરવું જોઇએ.


 ભોજન સાથે ફળ


ઘણા લોકોને  ભોજનની સાથે ફળો ખાવાની આદત હોય છે. જો કે, પોષણશાસ્ત્રીઓ સૂચવે છે કે, તમારે તમારા ભોજન સાથે ફળોનું સેવન ન કરવું જોઈએ.તેનું એકસાથે સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. નાસ્તામાં ફળો અલગથી ખાવા જોઈએ. ધ્યાનમાં રાખો કે, ખોરાક અને ફળો વચ્ચે પૂરતા સમયનું અંતર રહે.


ફેટી મીટ અને ચીજ


ચીઝ અને પ્રોસેસ્ડ મીટ સાથે તેનું સેવન કરવાથી સંતૃપ્ત ચરબી અને સોડિયમની માત્રામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આ હૃદય રોગનું જોખમ વધારી શકે છે અને તમારા એકંદર આરોગ્યને પણ વિપરિત  અસર કરી શકે છે. માટે ભોજનને સંતુલિત કરવા માટે લીન મીટની સાથે લો ફેટ પનીર લઇ શકો છો.


ખાટા ફળો અને દૂધ


નારંગી જેવા ખાટાં ફળોમાં એસિડ હોય છે. જો આ એસિડ દૂધમાં ભેળવવામાં આવે તો તે દૂધને દહીં કરી શકે છે અને પાચનની સમસ્યા ઊભી કરી શકે છે. તેથી તેનું એકસાથે સેવન કરવાનું ટાળો.


આયરન અને કેલ્શિયમ


આયર્ન અને કેલ્શિયમ માનવ શરીર માટે બે આવશ્યક પોષક તત્વો છે, પરંતુ જ્યારે એકસાથે ખાવામાં આવે છે, ત્યારે તમારું શરીર બંને પોષક તત્વોને શોષી શકશે નહીં.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial