Hair Care Tips:હેર સ્ટ્રેટનિંગ ટ્રીટમેન્ટનું ચલણ આજકાલ ખૂબ જ વધી ગયું છે, પરંતુ આ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા કેમિકલ આધારિત પ્રોડક્ટ તમારા વાળને નુકસાન જ નથી કરતા પરંતુ તમારા એકંદર સ્વાસ્થ્ય માટે પણ અત્યંત હાનિકારક છે.
પહેલા લોકો વાળને શાઇની અને સોફ્ટ બનાવવા માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરતા હતા, પરંતુ બદલાતા સમય સાથે દરેક ક્ષેત્રમાં બદલાવ આવ્યો છે અને બજારમાં ત્વચાની સંભાળથી લઈને વાળની સંભાળ સુધીની મોંઘી પ્રોડક્ટ્સ અને ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. બેજાન, ડ્રાઇ અને રફ હેરને શાઇની અને સ્મૂઘ બનાવવા માટે કેરોટીન ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ સિવાય લોકો હેર સ્ટ્રેટનિંગ પણ કરાવે છે, જેમાં ઘણા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. વર્કિંગ ગર્લ્સમાં હેર ટ્રીટમેન્ટનો ક્રેઝ ખૂબ જોવા મળી રહ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા માટે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ અંગેના તાજેતરના અહેવાલે ચોંકાવનારા છે.
હેર કેરોટીન અને વાળને સ્ટ્રેટ કરવાની ટ્રીટમેન્ટ લગભગ 3 કલાકની છે, જેમાં ઘણા પ્રકારના કેમિકલ ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવે છે. કેરોટીન લગભગ 3 મહિના સુધી ચાલે છે અને વાળને સ્ટ્રેટ કરવાની ટ્રીટમેન્ટ તમે કેટલા સમય સુધી તેને મેઇન્નેટેઇન કરી શકો છે તેના પર પણ આધાર રાખે છે, જેમ કે 6 મહિના કે 1 વર્ષ સુધી ચાલી શકે છે. જો આ ટ્રીટમેન્ટ થોડા થોડા સમયગાળામાં કરવી પડે છે. આ કારણે આપના હેર વારંવાર કેમિકલ્સયુક્ત પ્રોડક્ટના સંપર્કમાં આવે છે પરંતુ તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ કોસ્મેટિક હેર ટ્રીટમેન્ટથી આપ ગંભીર રોગોનો શિકાર પણ બનાવી શકો છે.
કિડની ફેલ્યોરનું જોખમ વધે છે?
ધ ન્યુઝીલેન્ડ જર્નલ ઑફ મેડિસિન'માં પ્રકાશિત થયેલા તાજેતરના અહેવાલ મુજબ, 26 વર્ષની મહિલાને હેર સ્ટ્રેરનિંગ કરવાથી કિડનીને નુકસાન થયું હતું. મહિલાએ 2020 અને 2022 ની વચ્ચે ત્રણ વખત સલૂનમાં હેર સ્ટ્રેટનિંગ કરાવ્યું હતું. જેમાં ગ્લાયકોક્સિલિક એસિડ આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહિલાને દરેક આ ટ્રીટમેન્ટના દરેક સીટિંગ બાદ તાવ, ઝાડા, ઉબકા અને કમરનો દુખાવો જેવી સમસ્યાઓ થતી હતી, ત્યારબાદ ડૉક્ટરોની તપાસમાં જાણવા મળ્યું કે મહિલાના લોહીમાં ક્રિએટિનાઇનનું સ્તર વધારે છે, જેના કારણે તેની કિડની યોગ્ય રીતે કામ કરી શકતી નથી.
કેન્સરનું જોખમ રહે છે
ફોર્ટિસ હોસ્પિટલ શાલીમાર બાગના ગાયનેકોલોજી વિભાગના ડાયરેક્ટર ડો.અપર્ણા જૈનના જણાવ્યા અનુસાર હેર સ્ટ્રેટ કરવામાં ઉપયોગમાં લેવાતા રસાયણો પણ મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયના કેન્સરનું જોખમ વધારે છે. આ સિવાય તેનો વધુ પડતો ઉપયોગ મહિલાઓની પ્રજનન ક્ષમતાને પણ અસર કરે છે.
નિષ્ણાત તબીબ અનુસાર, જે મહિલાઓ વર્ષમાં 4 વખતથી વધુ વખત વાળને સ્ટ્રેટ કરવાની ટ્રીટમેન્ટ કરાવે છે તેમને અન્ય મહિલાઓની સરખામણીમાં અંડાશય અને સ્તન કેન્સર થવાનું જોખમ 30 ટકા જેટલું વધારે હોય છે.
સેફ ઓપ્શન શું છે?
હેર સ્ટ્રેટનિંગ ટ્રીટમેન્ટ કે કેરોટીન ટ્રીટમેન્ટને બદલે ડીપ કન્ડિશનિંગ કરવું જોઈએ. આ ટ્રીટમેન્ટ પણ હેરને હાઇડ્રેટેડ રાખે છે અને સોફ્ટ બનાવે છે. કેમિકલ આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કરવાને બદલે, જો તમે નિયમિતપણે ઇંડા દહીં વગેરેથી બનેલા હેર માસ્કનો ઉપયોગ કરો છો, તો પણ હેરને નેચરલી સોફ્ટ અને શાઇની બનાવી શકો છો. હેલ્ધી ડાયટ અને પુરતુ પાણી પીવાથી પણ હેર ગ્રોથમાં મદદ મળશે અને હેર લોસ પણ બંધ થઇ જશે. જો તમે હેર સ્ટ્રેટનિંગ કરાવવા ઈચ્છો છો, તો પહેલા કોઈ નિષ્ણાતની સલાહ લો અને ખૂબ કાળજી સાથે હેર ટ્રીટમેન્ટ કરાવો.