દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે, પરંતુ પિમ્પલ્સ અને ડાઘને કારણે તેમની સુંદરતા ઓછી થવા લાગે છે. તેનાથી બચવા માટે છોકરા અને છોકરીઓ બંને પોતાના ચહેરાને સુંદર બનાવવા માટે ઘણી મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતાં હોય છે.
કેટલાક લોકો એવા પણ છે જેઓ પોતાના ચહેરાને સુંદર બનાવવા માટે દરરોજ પોતાના ચહેરા પર મુલતાની માટીનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, દરરોજ ચહેરા પર મુલતાની માટી લગાવવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. આજે અમે તમને મુલતાની માટીના કેટલાક ગેરફાયદા વિશે જણાવીશું.
મુલતાની માટીનો ઉપયોગ
બજારમાં અનેક પ્રકારની મુલતાની માટી ઉપલબ્ધ છે. તેથી, જ્યારે પણ તમે તમારી ત્વચા પર મુલતાની માટી લગાવો છો, ત્યારે તમારી ત્વચા અનુસાર મુલતાની માટી પસંદ કરો, કારણ કે ખોટી મુલતાની મારી પસંદ કરવાથી તમારી ત્વચા પર સોજો, લાલાશ અને ડાઘ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ખોટી મુલતાની માટીનો ઉપયોગ કરવાથી પણ ચહેરા પર લાલ પિમ્પલ્સ થાય છે, જેનાથી ચહેરો ખરાબ દેખાય છે. તેથી, ચહેરા પર મુલતાની માટીનો ઉપયોગ કરતા પહેલા, યોગ્ય મુલતાની માટી પસંદ કરવાનું ચોક્કસ પણે યાદ રાખો.
મુલતાની માટીના ગેરફાયદા
મુલતાની માટી ત્વચામાંથી કુદરતી તેલને શોષવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં જે લોકોની ત્વચા શુષ્ક હોય તેઓએ મુલતાની માટીનો વધુ ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે જો તમે રોજ મુલતાની માટીનો ઉપયોગ કરો છો તો તમારી ત્વચા શુષ્ક અને ખરબચડી થવા લાગે છે. કેટલાક લોકોને મુલતાની માટીથી એલર્જી થઈ શકે છે, તેથી તેનો ઉપયોગ કરતા પહેલા, પેચ ટેસ્ટ કરો અને દરરોજ તેનો ઉપયોગ કરવાનું ટાળો. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય, તો તમારે દરરોજ મુલતાની માટીનો ઉપયોગ ન કરવો જોઈએ. તે તમારી ત્વચાને અસર કરી શકે છે.
તડકામાં બહાર નીકળવાનું ટાળો
કેટલાક લોકો એવા હોય છે જે પોતાના ચહેરા પર મુલતાની માટી લગાવે છે અને તડકામાં બહાર જાય છે. જો તમે તડકામાં બહાર જાવ છો તો તેની તમારી ત્વચા પર ખરાબ અસર પડે છે. તેથી, ધ્યાનમાં રાખો કે મુલતાની માટીનો ઉપયોગ ત્વચાના હિસાબે કરવો જોઈએ અને ત્વચા માટે અઠવાડિયામાં એક કે બે વાર જ મુલતાની માટીનો ઉપયોગ કરવો યોગ્ય છે.
જો તમે તેનો વધુ પડતો ઉપયોગ કરો છો, તો તે તમારી ત્વચાને ડ્રાય બનાવી શકે છે. તમારે મુલતાની માટી સીધી તમારી ત્વચા પર લગાવવાનું ટાળવું જોઈએ. તેના બદલે તમે મુલતાની માટી સાથે ગુલાબજળ અથવા દહીંનો ઉપયોગ કરી શકો છો જેથી તમને કોઈ નુકશાન થવાની સંભાવના ઓછી રહશે.