Benefits of Walking Barefoot on Grass:  લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થાય છે. માનસિક તણાવ ઓછો થવાની સાથે આંખ માટે પણ ઉપકારક છે.


 સવારે લીલા ઘાસ પર ચાલવાની હંમેશા સલાહ અપાવમાં આવે છે. આ સાથે માટી અને રેતી પર પણ સવાર-સાંજ ખુલ્લા પગે હંમેશા ચાલવું જોઇએ. આ રીતે માટી અને ઘાસ પર ચાલવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. આ ટિપ્સથી  માનસિક તણાવ દૂર થાય છે. અને આંખોની રોશનનીમાં પણ વૃદ્ધિ થાય છે. અન્ય શું ફાયદો થાય છે, જાણીએ


આંખની રોશની


સવારે-સવારે જ્યારે ઘાસ પર ખુલ્લા પગે ચાલીએ છીએ ત્યારે અંગૂઠા પર પ્રેશર આવે છે. આ પોઇન્ટની મદદથી આંખની રોશની વધે છે. આ સિવાય લીલું ઘાસ જોવાથી પણ આંખોને ઠંડક મળે છે.


એલર્જીનો ઇલાજ


લીલા ઘાસ પર ચાલવું અને તેના પર બેસવું ગ્રીન થેરેપીનું મુખ્ય અંગ છે. સવારે સવારે ઝાકળની બુંદથી ભીના થયેલા ઘાસ પર ચાલવું ખૂબ જ ફાયદાકારક છે.પગની નીચેની કોમળ કોશિકાઓ સાથે જોડાયેલી તંત્રિકાથી મસ્તિષ્કને રાહત પહોંચે છે. જેથી માનસિક તણવા દૂર થાય અને માનસિક શાંતિ મળે છે. સ્કિન  એલર્જીની સમસ્યામાં પણ આ પ્રયોગ ઉપકારક છે.


 પગની એક્સરસાઇઝ થાય છે


સવાર સવારમાં ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી સારી એક્સરસાઇઝ પણ થઇ જાય છે. તેમના પગની માંસપેશીઓ અને તળિયા અને ઘૂંટણને રિલેકશન  મળે છે.


તણાવથી રાહત મળે છે


સવારમાં ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી  મગજ શાંત રહે છે. તાજી હવા અને સુરજની રોશની  તન મનને તરોતાજા કરી દે છે. આ રીતે રોજ ઘાસ પર ચાલવાથી માનસિક શાંતિ મળતાં ડિપ્રેશન જેવી સમસ્યા પણ દૂર રહે છે. ઉપરાંત આજ રીતે માટીમાં ચાલવાથી પણ અનેક ફાયદા થાય છે.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp  અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.