Omicron Diet: જો ઓમિક્રોનના શરૂઆતના લક્ષણોમાં જ આપ આપનું ડાયટ ચેન્જ કરીને આ ફૂડ લેવાનું શરૂ કરશો તો વાયરસ આપના પર હાવિ નહીં થાય. જાણી લો ડાયટ પ્લાન
ઓમિક્રોનની અન્ય વેરિયન્ટ કરતા ફેલાવવાની ક્ષમતા વધુ છે પરંતુ ઓમિક્રોન ફક્ત ગળામા ઇન્ફેકશન ફેલાવે છે પરંતુ તે ફેફસાને નુકસાન નથી કરતો,. અત્યાર સધીના ડેટાનું આ તારણ છે. આ સ્થિતિમાં જો ગળામાંથી વાયરસને કિલ કરી દેવામાં આવે તો ઝડપથી રિકવરીના ચાન્સ રહે છે. ઝડપથી રિકવરી માટે કેવું ડાયટ લેશો જાણીએ.
ડાયટમાં આટલો કરો ફેરફાર
- ગળામાં ખરાશ હોય તો આપ ઠંડુ પાણી અવોઇડ કરો, ગરમ પાણી પાવો, પાણીનો એક એક ઘૂંટડો ચાની જેમ પીવો, આવું કરવાથી ગળું ક્લિન થશે અને વાયરસ પણ ક્લિન કરવામાં મદદ મળે છે.
- ઝડપથી રિકવરી માટે આપ હળદર અને સૂંઠવાળું દૂધ અવશ્ય પીવો, જમ્યાના 2 કલાક બાદ આ દૂધ પીને સૂવાથી ઉધરસ કફિંગમાં મોટી રાહત મળે છે.
- ખાવામાં લીંબુ ટામેટાને જરૂર સામેલ કરો , જેમાં લાઇકોપીન અને સાઇટ્રીક એસિડ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
- ડાયટમાં પાલક જરૂર સામેલ કરો. બપોરના સમયે મૂળી-શલજમ-ટમાટર ગાજર બ્રોકલીનો સલાડ બનાવીને જરૂર ખાવો. દિવસમાં એકથી 2 ફળોનું સેવન અવશ્ય કરો. તેનાથી શરીર મજબૂત બને છે.
- આપને ડેઇલી ડાયટમાં ગોળ, ગજક, તલ,. મગફળી, ડ્રાઇ ફ્રૂટને સામેલ કરો, જે શરીરને ગરમ રાખે છે અને ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
- તુલસીના પાન નો ઉપયોગ કરો. તુલસી, આદુ, મરી, લીંબુનો ઉકાળો દિવસમાં એક વખત અવશ્ય પીવો.જે વાયરસ કિલ કરવામાં મદદ કરે છે.
- ડોક્ટરની સલાહ લીધા બાદ વિટામિન સી, વિટામિન ડી અને જરૂરી મિનરલ્સના સપ્લિમેન્ટસ આપના ડાયટમાં સામેલ કરો. જે વાયરસને હરાવવામાં મદદ કરે છે.
Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.