Health Tips:  સારા અલીખાનના સવારની શરૂઆત ડિટોક્સ ડ્રિન્કથી થાય છે. તે સવારમાં ગરમ પાણીમાં પાલક,હળદર મિક્સ કરીને પીવે છે.


 જૈકલીને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે બોડી ડિટોક્સ માટે ઘઉંના જવારાનું જ્યુસ પીવાનું પસંદ કરે છે.


 આલિયા ભટ્ટ પણ સવારની શરૂઆત ડિટોક્સ વોટરથી કરે છે. તે હુફાળામાં પાણીમાં મધ અને લીંબુનો રસ ઉમેરીને પીવે છે અને દિવસભર એક્ટિવ રહે છે.


 શિલ્પાની સવારની શરૂઆત વર્કઆઉટની સાથે ગ્રીન ટીથી થાય છે. તે ગ્રીન ટીમાં મધ ઉમેરીને પીવે છે. 




 અનુષ્કા શર્મા રોજ સવારે  પાણીમાં બેકિંગ સોડા લીબુંનો રસ ઉમેરીને પીવે છે. તો દીપિકા દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ પાણીથી કરે છે.


 મલાઇક અરોડા પણ તેના સવારની શરૂઆત વર્કઆઉટની સાથે ડિટોકસ ડ્રિન્કથી કરે છે. તે સવારે કાકડી, ફુદીના, લીંબુની સ્લાઇસ મિક્સ કરીને ડિટોક્સ ડ્રિન્ક બનાવે છે.


Urfi Javed Glowing Skin Secret: ઉર્ફી જાવેદની ગ્લોઇંગ સ્કિનું આ છે રાજ, એક્ટ્રેસ આ નેચરલ પ્રોડક્ટથી નિખારે છે સ્કિન 


Urfi javed Photos: બિગ બોસ ઓટીટી કન્ટેસ્ટેન્ટ ઉર્ફી જાવેદની તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.  ફોટોને જોઇને લોકો ઉર્ફીની ગ્લોઇંગ સ્કિન પર ફિદા થઇ જાય છે. 


બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ તેના અસામાન્ય ડ્રેસિંગના હંમેશા ચર્ચામાં રહે છે. . ઉર્ફી જાવેદ  ડ્રેસિંગ સેન્સ વિશે એકદમ આઉટ ઓફ બોક્સ વિચારે છે. તેની અસર તેમના આઉટફિટ  પર સ્પષ્ટ દેખાય છે. આ બધા સિવાય, ઉર્ફી હંમેશા પાપારાઝીથી ઘેરાયેલી રહે છે અને કેમેરાની સામે પણ તે કોન્ફિડન્ટ નજર આવે છે.  ઉર્ફી ગમે તેટલો ડ્રેસ પહેરે કે ગમે તેટલો ટ્રોલ થાય, પરંતુ તેનો કોન્ફિડન્સ લેવલ હંમેશા ઊંચો હોય છે. પરંતુ દરેક વ્યક્તિ એ વિચારવા પર મજબૂર છે કે આખરે આ 25 વર્ષની (ઉર્ફી જાવેદ ઉમર) માં આટલો આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે, જે કોઈની પરવા કર્યા વિના જે ઈચ્છે તે કરે છે.


એકવાર ઉર્ફી જાવેદે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ આત્મવિશ્વાસ પાછળ તેની ચમકતી ત્વચાનો પણ મોટો રોલ છે. એવું કહેવાય છે કે જો આપની ગ્લોઇંગ સ્કિન હોય આપ સુંદર દેખાતા હો તો આત્મવિશ્વાસ આપોઆપ આવી જાય છે.  આ વસ્તુ ઉર્ફી પર એકદમ ફિટ બેસે છે. તો એવા કેટલાક લોકો છે જેઓ જાણવા માંગે છે કે ઉર્ફીની  આ ગ્લોઇંગ સ્કિનનું શું  રહસ્ય  છે. તો આજે અમે તમને જણાવીએ છીએ કે ઉર્ફીની ગ્લોઈંગ સ્કિન પાછળનું રહસ્ય ઘરેલું ફેસ પેક છે. જે ઉર્ફી પોતે તૈયાર કરે છે અને તેની સામગ્રી દરેકના ઘરમાં સરળતાથી ઉપલબ્ધ છે.


ઉર્ફી જાવેદનો હોમ મેઇડ ફેસ પેક 
આ ફેસ પેક બનાવવા માટે ઉર્ફી જાવેદ એક બાઉલમાં મુઠ્ઠીભર મુલતાની માટી લે છે. તો બીજા બાઉલમાં તાજી હળદરમાં થોડું ગરમ પાણી મિક્સ કરો. હવે આ મિશ્રણમાં એક ટીપું ટી ટ્રી ઓઈલ, એક ટી સ્પૂન મધ મિક્સ કરો અને તે પછી તેમાં બે-ત્રણ ટીપાં લીંબુ પણ મિક્સ કરો ત્યાર બાદ આ મિશ્રણને મુલતાની માટીમાં સારી રીતે મિક્સ કરો અને તેને ફેસ પર  લગાવો અને 15 મિનિટ માટે આ રીતે જ રહેવા દો. ત્યાર બાદ હુંફાળા પાણીથી ફેસ વોશ કરી લો. 


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે  એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.