Cloves tips: આપણા રસોડામાં મોજૂદ કેટલીક વસ્તુઓ અનેક રીતે ઉપયોગી છે. માત્ર એક  લવિંગને જ લઇ લો. લવિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ  મહત્વપૂર્ણ ઘટક છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ચમત્કાર કરી શકે છે. લવિંગથી સ્કિન, હેરની કેર સહિત ગળાના ઇન્ફેકશનમાં પણ કારગર છે. જાણીએ તેના ઉપયોગની ટિપ્સ


લવિંગના ફાયદા:


લવિંગના ફાયદા- લવિંગનો ઉપયોગ સામાન્ય રીતે આપણા ભોજનમાં સ્વાદ ઉમેરવા માટે કરવામાં આવે છે. તે આપને અંદરથી હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને અનિદ્રા, અસ્થમા જેવી ઘણી બીમારીઓથી આપનું  રક્ષણ કરે છે.


સ્વસ્થ શરીર માટે લવિંગનો ઉપયોગ કરો આ રીતે


લવિંગ, તુલસી અને આદુનો ઉકાળો બનાવો. આ ઉકાળો રોગને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરને તરોતાજા રાખે છે.


ચા બનાવવા માટે ઉકળતા પાણીમાં થોડું લવિંગ મિક્સ કરો. લવિંગ યુક્ત ચા પીવાથી  ગળામાં ખરાશ, ખાંસી અને શરદીથી રાહત મળે છે


દાંત માટે લવિંગનો ઉપયોગ-


જો આપના દાંતમાં દુખાવો થતો હોય તો લવિંગનો ઉપયોગ કરો. આ માટે  લવિંગને દાંતની નીચે દબાવીને ચુસવાથી થોડા સમય માટે દુખાવામાં આરામ મળશે.


વાળ માટે લવિંગનો ઉપયોગ-


લવિંગને નાળિયેર તેલથી ગરમ કરો અને તે તેલથી તમારા માથાની ચામડીની માલિશ કરો. આમ કરવાથી તમારા વાળ મજબૂત થશે.


ત્વચા માટે આ રીતે કરો લવિંગનો ઉપયોગ


 ફુદીનાનો રસ અને લવિંગના તેલના બે ટીપાં ચહેરા પર લગાવવાથી ચહેરાના ડાઘ દૂર થાય છે.