Health Tips: કાકડી શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે વજન પણ ઘટાડે છે. તે બોડીને રિલેક્સ કરે છે. કાકડીની વજન ઘટાડા માટે ખૂબ જ અકસરી ઔષધ છે. તો જાણીએ કી રીતે કાકડીના સેવનથી વજન ઘટાડી શકાય છે. તરબૂચ અને કાકડીની રેસિપી અડધી કાકડી અને થોડા તરબૂચના પીસ લો. આ બંનેને સારી રીતે મિક્સ કરી દો. તેમાં નમક, મરી પાવડર અને લીંબુના ટીપાં ઉમેરો. લંચ કે ડિનર બાદ આ પીણીનું સેવન કરો. આ બંને વસ્તુ શરીરને હાઇડ્રેટ  રાખે છે કારણ કે તેમાં પાણીની માત્રા વધુ હોય છે. તે શરીરને પણ ઘટાડે છે. સંતરા અને કાકડીનું જ્યુસ કાકડી અને સંતરાનું કોમ્બિનેશન પણ બેસ્ટ છે, એક સંતરૂ અને થોડી કાકડીની સ્લાઇસનું જ્યુસ બનાવી લો. આ પીણું પણ શરીરનું વજન ઉતારવા માટે કારગર સાબિત થાય છે. તેનાથી ત્વચા પણ કાંતિમય બને છે. અંગુર  અને કાકડીનું કોમ્બિનેશન અંગુર અને કાકડીનું કોમ્બિનેશન દુનિયાના સૌથી હેલ્ધી ડ્રિન્ડમાનું એક છે. ગ્રેપ્સમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ હોય છે. જે શરીરને હેલ્ધી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. અંગુરના જ્ચુસમાં કાકડીની સ્લાઇસ નાખીને સેવન કરવાથી એનર્જી આવે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.