Diet of Covid-19 Patients: દેશમાં ફરી એકવાર કોવિડ-19 ખરાબ રીતે ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, તે મહત્વનું છે કે તમે  આઇસોલેશનના રહેવાના યોગ્ય નિયમો અને આ સમયનું ડાયટ પ્લાન સમજી લો


 દેશમાં ફરી એકવાર કોવિડ-19 ખરાબ રીતે ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આપણે પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.  કોવિડ -19 થી પીડિત હળવા લક્ષણોવાળા દર્દીઓને હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. આઇલોલેશન  શબ્દ આપણા લગભગ તમામ જીવનનો એક ભાગ બની ગયો છે. આ એટલા માટે છે કે,  લગભગ દરેક જણ કોવિડ -19 થી પ્રભાવિત છે. આવી સ્થિતિમાં, આપને જાણવું જરૂર છે કે, આઇસોલેશન  રહેવાની યોગ્ય રીત  શું છે જેથી તમે ઝડપથી સ્વસ્થ થઈ શકો.  આઈસોલેશન દરમિયાન આપને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.તેમજ કેવું ડાયટ લેવું જોઇએ, જેથી આપને ઝડપથી રિકવરીમાં મદદ મળે. ક્યાં સમયે શું ખાવું જાણીએ..


કેટલા વાગ્યે શું ખાવું?


કોવિડ-19ના કારણે આઈસોલેશનમાં રહેતા દર્દીએ પોતાની દિનચર્યા પર ધ્યાન આપવું જોઈએ. આ માટે, સવારે ઉઠતાની સાથે જ યોગ અને કસરત કરો, પછી લીંબુ સાથે એક ગ્લાસ નવશેકું પાણી લો. આ પછી ડ્રાયફ્રૂટ્સ ખાઓ.


નાસ્તામાં શું લેશો?


નાસ્તામાં આપ દૂધમાં પલાળેલા દલિયા. ઉપમા, પોવા, નમકીન, દલિયા, હળદરવાળું દૂધ


લંચમાં શું લેશો?


સલાડ, એક પ્લેટ, લીબું, રોટી દાળ, શાક, દહીં લઇ શકાય


સાંજના સમયે શું રહેશો


ફળો, સૂજી ઉપમા, બેસનના પૂડલા લઇ શકાય


ડિનરમાં શું લેશો


સલાડ,રોટલી, દાળ, સબ્જી, હળદરવાળું દૂધ,


વધુ માત્રામાં પાણી, પ્રવાહી લો


કોવિડના 19ના દર્દીએ  10થી 12 ગ્લાસ પાણી પીવું જોઇએ.જો કે ઠંડુ પાણી અવોઇડ કરો.


અનાજ અને દાળ


દરેક પ્રકારનું અનાજ જેમ કે મકાઇ, ઘઉં, સતૂ, ચણાનો લોટ,તેમજ દરેક પ્રકારની દાળ જેમકે અડદ, મગ, ચણા, સોયાબીનનું પણ સેવન જરૂરી છે.


મોસમી સબ્જી અને ફળ


મૌસમી ફળો અને સબ્જીનું ભરપૂર સેવન કરો. જેમકે પપૈયા, કેળા,  તરબૂચ, ખરબૂજા,શક્કરટેટી,મૌસંબી સહિતના ફળો લઇ શકાય છે.


આ પણ ખાવું જરૂરી


આદુ, હળદર, કાળા મરી, તુલસી, લિકરિસ અને મધ વગેરે જેવા ભારતીય ખોરાકમાં પરંપરાગત રીતે સામેલ છે. ધ્યાનમાં રાખો કે કોવિડ -10 ના ચેપ દરમિયાન ભૂખ ન લાગે તે સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં, સંતુલિત આહાર સિવાય, દર્દીએ  ઘર બનાવેલ સાત્વિક આહાર જ લેવો જોઇએ.