Heatwave: ઉત્તર ભારતમાં આગામી 5 દિવસ માટે રેડ એલર્ટ (red alert) જારી કરવામાં આવ્યું છે. ગરમીના કારણે લોકો પરેશાન છે. હીટવેવને (heat wave) લઈને જારી કરાયેલા આ એલર્ટમાં બાળકો અને વૃદ્ધોને બીમાર લોકોની ખાસ કાળજી રાખવાની ચેતવણી આપવામાં આવી છે. તેમજ દરેક વ્યક્તિને તડકામાં જતા પહેલા પોતાનું શરીર ઢાંકીને ગરમીથી બચવા માટે કહેવામાં આવ્યું છે. તેમ છતાં, જો તમે હીટવેવને હળવાશથી લઈ રહ્યા છો, તો ચાલો તમને જણાવીએ કે તે કેટલું ખતરનાક છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે દર વર્ષે આ હીટવેવને કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે, જેના આંકડા તમને આશ્ચર્યચકિત કરી શકે છે.


દર વર્ષે હીટવેવ ઘણા લોકોના જીવ લે છે


ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીમાં કરાયેલા સંશોધન મુજબ સમગ્ર વિશ્વમાં હીટવેવને કારણે 1,53,078 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારતની વાત કરીએ તો આપણા દેશમાં ગરમીના મોજાને કારણે દર વર્ષે લગભગ 30,000 લોકો જીવ ગુમાવે છે. 1.53 લાખ મૃત્યુમાંથી 14 ટકા ચીનમાં અને 8 ટકા રશિયામાં થયા છે.


આબોહવા પરિવર્તનને કારણે પૃથ્વીનું તાપમાન દર દાયકામાં વધી રહ્યું છે


આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે 1999 થી 2019 ની વચ્ચે સમગ્ર વિશ્વમાં ભારે ગરમીના દિવસોની સરેરાશ સંખ્યામાં વધારો થયો છે. આ આંકડો સરેરાશ 13.4 દિવસથી વધીને 13.7 દિવસ થયો છે. આ સિવાય એવું પણ બહાર આવ્યું છે કે પૃથ્વી પર દર દાયકામાં તાપમાનમાં .35 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. સંશોધકોએ જણાવ્યું હતું કે અગાઉના અભ્યાસમાં સ્થાનિક સ્તરે ગરમીના મોજાને કારણે થયેલા મૃત્યુની જાણ કરવામાં આવી હતી, તમને જાણીને નવાઈ લાગશે કે અભ્યાસમાં વિશ્વભરમાં થતા મૃત્યુનો ડેટા જાહેર કરવામાં આવ્યો નથી.


ભારતમાં દર પાંચમાંથી એક મૃત્યુ


સમગ્ર વિશ્વની સરખામણીએ ભારતમાં હીટવેવના કારણે મૃત્યુઆંક વધુ છે. ભારત પછી, વિશ્વમાં ગરમીના મોજાને કારણે સૌથી વધુ મૃત્યુ ચીન અને રશિયામાં થાય છે. દર વર્ષે 1.53 લાખ લોકો ગરમીના કારણે જીવ ગુમાવે છે, જેમાંથી 50 ટકા મૃત્યુ એશિયામાં થાય છે. જ્યારે યુરોપ ખંડમાં 30 ટકા લોકો હીટવેવનો શિકાર બને છે. વધુમાં, સૌથી વધુ અનુમાનિત મૃત્યુદર શુષ્ક આબોહવા અને ઓછી-મધ્યમ આવક ધરાવતા વિસ્તારોમાં જોવા મળે છે.