Latest Ahmedabad Weather: સમગ્ર ગુજરાત હીટવેવની (heatwave in Gujarat) ઝપટમાં આવ્યું છે. રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે રેડ એલર્ટ (red alert in Ahmedabad) જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા ચાર દિવસથી લગાતાર ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં રાત્રીનું તાપમાન પણ વિક્રમજનક ઉચે નોંધાઈ રહ્યું છે. સાથોસાથ ભેજનું પ્રમાણ નહીંવત કહેવાય તેટલું નોંધાતા અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આજે ગરમીના પારાની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમી (hottest day of Ahmedabad) અમદાવાદમાં નોંધાઈ છે. અમદાવાદમાં ગરમીનો પારો  45.9 ડિગ્રી પર પહોંચી ગયો છે. આ સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 45.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


અમદાવાદમાં છેલ્લા સાત વર્ષના મે મહિનામાં ના નોંધાઈ હોય એટલી ગરમી આજે નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થયો છે. આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું હતું.


અમદાવાદની ગરમીથી શાહરૂખ ખાનને લાગી ગઈ લૂ


શાહરૂખ ખાનના ફેન્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શાહરૂખ ખાનની ખરાબ તબિયત બગડતા કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતા ગઈકાલે આઈપીએલનો પહેલો પ્લે-ઓફ જોવા માટે અમદાવાદ આવ્યા હતા, કાળઝાળ ગરમીને કારણે તેમને હીટસ્ટ્રોક આવ્યો હતો.   


અંબાલાલ પટેલે કરી છે ગરમીને લઈ મોટી આગાહી


રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર રાજ્યમાં આગામી 26 મે સુધી આકરમી ગરમી પડશે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આગામી 26 મે બાદ ગરમીમાં થશે ઘટાડો થશે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને કોઈ કોઈ ભાગમાં 40 ડિગ્રી નીચું જવાની શક્યતા છે.


ગરમીમાં રાહત મેળવવા શું કરવું



  • બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી

  • પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું વધુમાં વધુ પ્રમાણમાં સેવન કરવું

  • તાજા ફળો અને શાકભાજી ખાવાથી ગરમીમાં રાહત મેળવી શકાય છે

  • બહાર જતી વખતે છત્રીટોપીસ્કાર્ફ સાથે રાખવા

  • આચ્છા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવાં

  • કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો

  • ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો


અતિશય ગરમીમાં શું ન કરવું



  • તીખું ખાવાનું ટાળવું

  • આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળવું

  • ચા કોફી અને સોડાવાળા પીણાં પર નિયંત્રણ રાખવું

  • લાંબો સમય તડકામાં ન રહેવું