ભારતમાં કોરોના વેક્સિનેશનની શરૂઆત થઇ ગઇ છે. વેક્સિનેશન મુદ્દે દુનિયાભરના એકસપર્ટે કેટલાક સૂચન કર્યાં છે. આ સૂચનમાં દારૂના સેવન વિશે પણ સ્પષ્ટતા કરાઇ છે. વેક્સિનેટ થયા બાદ દારૂના સેવનથી શું અસર થાય છે જાણીએ....

એક્સપર્ટના મત મુજબ કોરોના વાયરસની વેક્સિન લેતા પહેલા કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. નિષ્ણાતના મત મુજબ દારૂના સેવનથી ઇમ્યૂનિટી પર ખરાબ અસર પડે છે. દારૂ શરીરમાં ઇન્ફેકશન સામે લડવાની શક્તિને ઓછી કરે છે. એક્સપર્ટના મત મુજબ વેક્સિનેશન પહેલા અને લગાવ્યાં બાદ દારૂનું સેવન ન કરવું જોઇએ. દારૂ વેક્સિનની અસરને ઓછી કરે છે.

કેટલા દિવસ સુધી રાખવી સાવધાની

રશિયાના હેલ્થ એક્સપર્ટના મત મુજબ સ્પુતનિકવી વેક્સિન લગાવવાના 2 સપ્તાહ પહેલા અને 6 અઠવાડિયા બાદ દારૂનું સેવન ન કરવું જોઇએ. એક્સપર્ટના મત મુજબ આલ્કોહોલથી વેક્સિનની અસર ઓછી થઇ જાય છે.

યુકેના હેલ્થ એક્સપર્ટના મત મુજબ વેક્સિન લગાવવાના એક દિવસ પહેલા અને એક દિવસ બાદ દારૂનું સેવન ન કરવું જોઇએ.

કઇ વસ્તુથી રહેવું દૂર રહેવું

એક્સપર્ટના મત મુજબ વેક્સિનેશન લગાવ્યા બાદ શુગર ડ્રિન્ક, પ્રોસેસ્ડ ફૂડ, એનર્જી ડ્રિન્ક, ફાસ્ટ ફૂડ અને આલ્કોહોલિક પદાર્થના સેવનથી દૂર રહેવું જોઇએ.  ચાઇના ગ્લોબલ યૂનિવર્સિટીના પ્રોફેસર શેંગનના એક રિપોર્ટ મુજબ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, હાઇશુગર,  અને ફેટની વધુ માત્રા ઇમ્યૂન સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે.