આજકાલ આર્ટિફિશિયલ જ્વેલરી ખૂબ જ ફેશનમાં છે. આ જ્વેલરી ઓછી કિંમતે અને વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ છે, જેના કારણે દરેકને તે ખૂબ જ પસંદ આવે છે. પરંતુ કેટલીકવાર આ સુંદર જ્વેલરી આપણી ચામડી માટે સમસ્યા બની જાય છે, ખાસ કરીને જ્યારે તેમાં નિકલ જેવા તત્વો હોય છે જે એલર્જીને વધારે છે. તેથી ચામડીન નુકસાન ન પહોંચાડે તેવી જ્વેલરી પસંદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ આવી જ કેટલીક સરળ રીતો જેના દ્વારા તમે આ સમસ્યાઓથી બચી શકો છો.
મેટલની તપાસ
એવા ઘણા સ્ત્રોત છે જે તમને આર્ટિફિશિયલ જ્વેલરી ખરીદતી વખતે ધાતુ વિશે માહિતી આપે છે. આવી સ્થિતિમાં તમારે જ્વેલરી ખરીદવાનો પ્રયાસ કરવો જોઈએ જેમાં nickel ન હોય. સ્ટીલ, આયર્ન, સિલ્વર, પ્લેટિનમ, ટાઇટેનિયમ, સોનું કંઈપણ ચાલે પરંતુ nickelથી દૂર રહો. ઘણી વખત ચાંદીના દાગીનામાં nickel ભેળવવામાં આવે છે, જેના કારણે સ્કિનમાં સેન્સેટિવિટી થાય છે.
ટ્રાન્સપરન્ટ નેલપોલિશનો ઉપયોગ
જો તમારે આર્ટિફિશિયલ જ્વેલરી પહેરવી હોય તો તેના પર ટ્રાન્સપરન્ટ નેલપોલિશનો એક લેયર લગાવી દો. આ નેલપોલિશ જ્વેલરી અને તમારી ચામડી વચ્ચે રક્ષણાત્મક સ્તર તરીકે કામ કરશે અને તમને એલર્જીથી બચાવશે.
યોગ્ય પિયસિંગ
જો તમે કાન અથવા નાક વિંધવા જઇ રહ્યા છો તો પિયસિંગ માટે nickel ફ્રી ગન્સનો ઉપયોગ કરો. સાથે જ વિશ્વસનીય સ્ટુડિયોમાંથી જ કરાવો જેથી કોઈ પણ પ્રકારનો બેક્ટેરિયલ ચેપ ન હોય.
એલર્જી ક્રીમ સાથે
જો તમે આ ઉપાયો છતાં જ્વેલરી પહેરો છો તો હંમેશા તમારી સાથે એલર્જી ક્રીમ રાખો. જો આના કારણે તમારી ચામડીમાં કોઈ પ્રતિક્રિયા થાય છે તો તમે એલર્જી ક્રીમ લગાવીને સુરક્ષિત રહી શકો છો.
દાગીના સાફ રાખો
તમારી જ્વેલરી પહેરતા પહેલા તેને સાફ કરવાનું ભૂલશો નહીં. સમયાંતરે તેને કપડાથી લૂછતા રહો. ક્લીન જ્વેલરી એલર્જીની સમસ્યાને ઘટાડે છે અને તેને નવાની જેમ ચમકતી રાખે છે.
જ્વેલરી પહેરતા પહેલા ટેસ્ટ કરો
નવી જ્વેલરી પહેરતા પહેલા તેને થોડીવાર માટે ટેસ્ટ કરો. જો તમને કોઈ એલર્જીક પ્રતિક્રિયા ન હોય તો જ તેને લાંબા સમય સુધી પહેરો.