કોફીના આશ્ચર્યજનક હેલ્થ બેનિફિટ છે, પરંતુ તેનાથી માનસિક અને શારીરિક તંદુરસ્તીને કેટલીક આડ અસર પણ થાય છે. તેથી કેફિનની માત્રામાં ઘટાડો કરો અને સવારમાં બીજા પીણાને અજમાવો. શરીરમાં સ્ફૂર્તિ અને ઊર્જાનો સંચાર કરતાં કોફી સિવાયના તંદુરસ્ત પીણાની અહીં માહિતી આપવામાં આવી છે.


દાડમનું જ્યુસ

બીજા ફ્રૂટ જ્યુસથી વિરુદ્ધ દાડમના જ્યુસથી તમારા બ્લેડ શ્યૂગર લેવલમાં વધારો થતો નથી. ઇન્ટરનેશનલ જર્નલ ન્યુટ્રિશન રિસર્ચમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર બે સપ્તાહ સુધી દાડમના જ્યુસનું સેવન કરતાં ડાયાબિટીશના દર્દીમાં બ્લૂડ શ્યૂગર લેવલમાં કોઇ નોંધપાત્ર વધારો થયો ન હતો. તે સવારના આસ્વાદ માટે શ્રેષ્ઠ છે. તેનાથી બપોર સુધી તમને થકાવટનો અનુભવ થતો નથી અને શ્યૂગર ધરાવતા બીજા પીણા લેવા પડતા નથી. દાડમમાં એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ પણ વધુ હોય છે.



લેમન વોટર

તે સસ્તો અને ઝંઝટ વગરનો વિકલ્પ છે. લેમન વોટરમાં એન્ટિઓક્સિડેન્ટ ગુણધર્મ છે. તે કેફીન વગર તમારી ઊર્જામાં વધારો કરે અને તમને તરોતાજા રાખે છે. તેમાં પેક્ટિન છે. ફળો અને શાકભાજીમાં સામાન્ય રીતે જોવા મળતું તે એક સ્ટાર્ચ છે. તે લાંબા સમય સુધી શરીરમાં ઊર્જા જાળવી રાખે છે અને બપોરના ભોજન સુધી તમારે બીજા કોઇ નાસ્તાની જરૂર પડતી નથી.

સોડા વોટર

તમારા દિવસનો પ્રારંભ કરવા માટે સોડા વોટર કે કાર્બોનેટેડ વોટર એક સારો વિકલ્પ છે. તેમાં લેમન, લાઇમ કે બીજી ફ્લેવરનો ઉમેરો કરો. ઓરેન્જ, કાકડી કે મિન્ટના પાંદડાથી સ્વાદમાં વધારો છે. શરીદમાં પ્રવાહીનું સ્તર જળવાઈ રહે છે અને તેનાથી ઊર્જા વધે છે. તેનાથી તમે એલર્ટ કરી શકો છે.



વ્હીટગ્રાસ જ્યુસ

પાણીમાં વ્હિટગ્રાસ પાવડરનું મિશ્રણ કરીને તમે આ જ્યુસ બનાવી શકો છે. ઘણા મેડિકલ સ્ટોરમાં રેડીમેઇડ પણ મળે છે. ફંક્શનલ ફૂડ નામના જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર વ્હિટગ્રાસ એક એનર્જી બુસ્ટર પીણું છે. તે એન્ટી ઇન્ફેમેટરી અને એન્ટી એજિંગ ગુણધર્મ ધરાવે છે. તે ક્લરફીલનો સ્રોત છે. તેમાં ભરપૂર વિટામિન અને મિનરલ હોય છે. ભૂખમાં ઘટાડો કરતા કુદરતી પદાર્થમાં તેનો સમાવેશ થાય છે.

ગ્રીન ટી

કોફી ઉપરાંત ચા પણ એનર્જી બૂસ્ટર છે. તે કોફી કરતાં ઓછી ઝડપથી તમારા શરીરમાં કેફીન છોડે છે. તેનાથી તમે વધુ રિલેક્સ અને ફોકસ્ડ ફીલ કરો છો. જો તમને વધારે કેફિન પસંદ ન હોય તો ચા તેનો સારો વિકલ્પ છે. ગ્રીન ટીમાં એમિનો એસિડ હોય છે. તેનાથી તમે ધ્યાન કેન્દ્રીત કરીને કામગીરી કરી શકો છો. તે કેન્સરના જોખમમાં ઘટાડો કરે છે અને મેટાબોઝિમને વેગ આપે છે. ગ્રીન ટીના બીજા પણ ઘણા લાભ છે.



નાળિયેર પાણી

આ રિફ્રેશિંગ અને હાઇડ્રેટિંગ પીણું ગરમીનો સામનો કરવામાં શ્રેષ્ઠ છે. તેનાથી શરીદમાં ડિહાઇડ્રેશનનું જોખમ ઘટે છે અને ઊર્જામાં વધારો થાય છે. તેમાં મિનિરલ હોય છે, તેથી શ્યૂગર આધારિત પીણાનો વિકલ્પ છે. જો તમે સુપરમાર્કેટમાંથી કોકોનટ વોટરની બોટલની ખરીદી કરતાં હોય તો તેમાં શ્યૂગર કે ફ્લેવરનું મિશ્રણ નથી ને તે સુનિશ્ચિત કરો.