હેલ્થ:આમ તો શાકભાજી આપણા શરીરને મજબૂતી અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. જો કે કેટલાક શાક એવા છે. જે ખાવાથી સાઇડ ઇફેક્ટ થાય છે. શું છે આ શાકના સાઇડ ઇફેક્ટ અને સાઇડ ઇફ્રેકટ કરતા શાક ક્યાં છે જાણીએ...
કોઇ પણ ફૂડનું વધુ પ્રમાણમાં સેવન નુકસાનકારક સાબિત થાય છે. એવા અનેક શાક છે. જેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી તેના સાઇફ ઇફેક્ટનો સામનો કરવો પડે છે. આમ તો શાકમાં વિટામિન, કેલ્શિયમ, અને આયરન પ્રચુર માત્રામાં હોય છે. આ કારણે જ શાકને આહારમાં સામેલ કરવો જોઇએ. જો કે કેટલીક સબ્જીથી એલર્જી થઇ શકે છે.
મશરૂમ
મશરૂમ વિટામિન ડીનો અદભૂત સ્ત્રોત છે. પરંતુ કેટલાક લોકોના શરીરમાં મશરૂમ ખાધાં બાદ રેશિઝ નીકળે છે. મશરૂમને કાચું ખાવાથી કે અધિક ખાવાથી આવી સમસ્યા થઇ શકે છે.
ગાજર
ગાજર દરેકને પસંદ હોય છે,. જો કે તેનું વધુ સેવન સ્કિનના રંગને બદલી દે છે. ગાજર બીટા કેરોટીનથી ભરપૂર હોવાથી તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી સ્કિન પીળાશ પડતી થઇ જાય છે. આ સિવાય વધુ પ્રમાણમાં શક્કરિયા ખાવાથી પણ સ્કિનનો રંગ બદલી જાય તેવી એલર્જી થઇ શકે છે.
બીટ
બીટમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે. તે હિમોગ્લોબીનની ઉણપને પૂર્ણ કરે છે. જો કે તેનું વધું પડતું સેવન કરવાથી યુરિની ગુલાબી બની જાય છે. જો કે તેનાથી ગભરાવાની જરૂર નથી. આવું માત્ર બીટના કલરના કારણે જ થાય છે.
સંતરા
સંતરામાં વિટામીન સી પ્રચૂર માત્રામાં હોય છે. જો કે વધુ પડતું સંતરા કે સંતરાના જ્યુસનું સેવન આપના હાડકાને નબળા કરી દે છે. જો આપ સંતરાનું સેવન કરો છો તો તેન સાથે ખૂબ પાણી પણ પીવું જોઇએ. તો તેની સાઇડ ઇફેક્ટથી બચી શકાય છે.
ફલાવર
ફલાવર અને આ જ પ્રજાતિની બધી સબ્જીઓ ગૈસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલની સમસ્યા પેદા કરી શકે છે. તેના કારમે સોજો અને ગેસની સમસ્યા થઇ શકે છે. ફલાવર આમતો પૌષ્ટિક છે પણ પચાવવામાં સરળ નથી. તેમાં સામેલ રાફિનોજના કારણે તે સરળતાથી પચતી નથી અને ગેસની તકલીફ થઇ શકે છે.