વૉશિંગટનઃ અમેરિકાની પ્રથમ મહિલા જિલ બાઇડેને (jill biden) પોતાની સાથે કેલિફોર્નિયાથી વૉશિંગટન જઇ રહેલા પત્રકારોને અનોખી રીતે એપ્રિલ ફૂલ (april fools) બનાવ્યા. ભોજન સેવા દરમિયાન જેસ્મિન નામની પ્લેટ લગાવીને એક એટેન્ડેન્ટે (flight attendant) તમામને ડવ આઇસ્ક્રીમ વહેંચી. તેના આ સમયે કાળા રંગનુ માસ્ક અને કાળા રંગનુ પેન્ટ-સૂટ પહેરેલુ હતુ, અને તેના વાળ નાના હતા. 


આ રીતે બનાવ્યા એપ્રિલ ફૂલ......
આઇસ્ક્રીમ વહેંચીને ગયા બાદ થોડાક મિનીટો પછી જેસ્મિન આ વખતે વિના વિગે બધાની સામે આવી, હંસતા હંસતા અને એપ્રિલ ફૂલ કહેતા કહેતા આવી ત્યારે બધાને ખબર પડી કે, ફ્લાઇટ એટેન્ડેન્ટના (flight attendant) વેશમાં તે જિલ બાઇડેન (joe biden wife) હતી. પ્રથમ મહિલાના સહયોગીઓએ પત્રકારોને જણાવ્યુ કે જેસ્મિનની અસલી ઓળખ થયા બાદ તે પણ ચોંકી ગયા હતા. પોતાના 2019ના સંસ્મરણ વ્યેહર ધ લાઇટ એન્ટર્સમાં બાઇડેને સ્વીકાર કર્યો હતો કે તેને મજાક કરવી ખુબ ગમે છે. 


એરફોર્સ ટૂના લગેજ કમ્પાઉન્ડમાં સંતાઇ હતી જિલ બાઇડેન.....
ઓબામા સરકાર દરમિયાન જ્યારે તેના પતિ ઉપરાષ્ટ્રપતિ હતા, તે સમયે જિલ બાઇડેન એકવાર એરફોર્સ ટૂ વિમાન સામાન રાખવાના ભાગમાં સંતાઇને બેસી ગઇ હતી. ત્યારે ત્યાં સામાન રાખવાની કોશિશ કરી રહેલો વ્યક્તિ ડરી ગયો હતો. તેને લખ્યું હતુ કે હું હંમેશા માનુ છુ કે ખુશ થવાના પળ જ્યારે પણ મળે તેને ચોરી લેવા જોઇએ. 


જૉ બાઇડેનની બીજી પત્ની છે જિલ...
જૉ બાઇડેને (USA President) બે લગ્ન કર્યા છે. તેને પહેલા લગ્ન 27 ઓગસ્ટ, 1966માં સિલિયાકસ વિશ્વવિદ્યાલયમાં એક વિદ્યાર્થી નેલિયા હન્ટરની સાથે કર્યા હતા. તેમના લગ્ન સમારોહ ન્યૂયોર્કના સ્કેનએટેલ્સના એક કેથૉલિક ચર્ચમાં આયોજિત કરવામાં આવ્યા હતા. આ લગ્નથી જૉ બાઇડેન ત્રણ બાળકો થયા. 18 ડિસેમ્બર 1972એ બાઇડેનની પત્ની અને તેની એક નાની દીકરી ડેલાવેયરનુ એક રૉડ અકસ્માતમાં મોત થઇ ગયુ હતુ. બાઇડેને પોતાની પહેલી પત્નીના મોત બાદ 1977માં જિલ ટ્રેસી જેકબ્સ સાથે લગ્ન કર્યા. જેને હવે જિલ બાઇડેન તરીકે ઓળખવામાં આવે છે.