વિશ્વમાં એવા ઘણા પ્રાણીઓ છે કે જે આ પૃથ્વી પરથી વિલુપ્ત થવાની તૈયારીમાં છે. આમાંથી ઘણા પ્રાણીઓ ભારતમાં છે. જો આ પ્રાણીઓના રક્ષણ માટે પૂરતા પગલાં લેવામાં નહીં આવે તો કદાચ નવી પેઢીને આવા પ્રાણીઓ જોવાનો પણ લ્હાવો મળી શકશે નહીં. ભારતના વિવિધ વિસ્તારોમાં જોવા મળતા અને હાલમાં અસ્તિત્વની લડાઈ લડી રહેલા પ્રાણીની યાદી નીચે મુજબ છે.
બેંગાલ ટાઇગર
બેંગાલ ટાઇગર ભારત અને બાંગ્લાદેશ એમ બંને દેશોનું રાષ્ટ્રીય પ્રાણી છે. આવા વાઘની સંખ્યામાં છેલ્લાં કેટલાંક વર્ષમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે. બેંગાલ ટાઇગરના અસ્તિત્વ સામે જોખમ ઊભું કરનારા મુખ્ય પરિબળોમાં ઝડપી શહેરીકરણ અને શિકાર છે.
રેડ પાન્ડા
રેડ પાન્ડા બિલાડી કરતાં મોટા કદનું પ્રાણી છે અને રિંછ જેવું શરીર ધરાવે છે. રેડ પાન્ડા ખાસ કરીને ઝાડ પર રહેવાનું પસંદ કરે છે. આશરે 50 ટકા રેડ પાન્ડા પૂર્વ હિમાલયના પ્રદેશોમાં જોવા મલે છે. તે તેની લાંબી પૂછડીથી સંતુલન રાખે છે અને ઠંડુ સામે રક્ષણ મેળવે છે. સિક્કિમ, અરુણાચલપ્રદેશ અને પશ્ચિમ બંગાળામાં આ દુર્લભ પ્રાણી જોવા મળે છે.
એશિયાટિક લાયન
એશિયાટિક લાયન સિંહની એક પ્રજાતિ છે. તે ઇન્ડિયન લાયન અથવા પર્સિયલ લાયન તરીકે પણ ઓળખાય છે. એશિયાટિક લાયર આફ્રિકન લાયનથી ઘણી રીતે અલગ પડે છે. ગીર નેશનલ પાર્કમાં જોવા મળતા એશિયાટિક લાયનનો પણ દુર્લભ પ્રાણીમાં સમાવેશ થાય છે, કારણ કે તેમની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયા છે. આ ઉપરાંત તેમના રહેઠાણનો એરિયા પણ મર્યાદિત છે.
કાળિયાર
કાળિયાર અથવા બ્લેકબગ હરણ પ્રજાતિનું પ્રાણી છે. કાળિયાર ભારત, નેપાળ અને પાકિસ્તાનના જંગલો તથા ઘાસના મેદાનોમાં જોવા મળે છે. શિકારને કારણે તેમના અસ્તિત્વ સામે ખતરો છે અને વિલુપ્ત થતાં પ્રાણીમાં તેમનો પણ સમાવેશ થાય છે. કાળિયારની સૌથી મોટી વિશેષતા તેના શિંગડા છે. વળાંકવાળા શિંગડા 20થી 24 ઇંચ લાંબા હોઇ શકે છે. જોકે ફિમેલ બ્લેબેકને શિંગડા હોતા નથી. ઘાસના મેદાનોમાં ઘટાડો, શિકાર, મોટા પાયે બાંધકામ, શિકારી કુતરા અને વાહનોની અવરજવર જેવા કારણોથી કાળિયારની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે.
સ્નો લેપર્ડ
મધ્ય અને દક્ષિણ એશિયાના પ્રવર્તીયાળ વિસ્તારોમાં સ્નો લેપર્ડ જોવા મળે છે. વિલુપ્ત થતાં પ્રાણીઓમાં સ્નો લેપર્ડનો પણ સમાવેશ થાય છે. તાજેતરના અંદાજ અનુસાર વિશ્વમાં સ્નો લેપર્ડની સંખ્યા હવે માત્ર 4,080થી 6,590ની વચ્ચે છે અને તેમાં ઝડપી ઘટાડો થઈ રહ્યો છે. સ્નો લેપર્ડ અફધાનિસ્તાન અને પાકિસ્તાનના રાષ્ટ્રીય વિરાસત પ્રાણી છે. સ્નો લેપર્ડ 50 ફૂટ સુધીની છલાંગ લગાવી શકે છે. લડાખના હેમિશ નેશનલ પાર્ક, ઉત્તરાખંડના નંદાદેવી નેશનલ પાર્ક, ગ્રેટ હિમાલય નેશનલ પાર્ક સહિતના હિમાચલપ્રદેશના વિવિધ નેશનલ પાર્કમાં સ્નો લેપર્ડ જોવા મળે છે.
એક શિંગડાવાળો ગેંડો
એક શિંગડાવાળો ગેંડો સસ્તન પ્રાણી છે અને ભારતમાં તે આસામા કેટલાંક વિસ્તારોમાં જોવા મળે છે. શિકારને કારણે તેની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. શિંગડા માટે આ દુર્લભ પ્રાણીનો શિકાર થાય છે, કારણ કે તેનાથી મોટી રકમ મળે છે. કાઝીરંગા નેશનલ પાર્ક, દુધવા ટાઇગર રિઝર્વ, પોબિટોરો વાઇલ્ડલાઇફ સેનક્યુરીમાં જોવા મળે છે.
Endangered Species in India: ભારતમાં આ પ્રાણીઓ લડી રહ્યા છે અસ્તિત્વની લડાઈ, પૂરતા પગલાં નહીં લેવાય તો આવનારી પેઢી જોઈ પણ નહીં શકે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2020 05:07 PM (IST)
Endangered Species List in India: વિશ્વમાં એવા ઘણા પ્રાણીઓ છે કે જે આ પૃથ્વી પરથી વિલુપ્ત થવાની તૈયારીમાં છે. આમાંથી ઘણા પ્રાણીઓ ભારતમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -