Health tips: સર્વાઇકલ પેઇનમાં તમારી ગરદન, પીઠ અને માથામાં  દુખાવો થાય  છે. આ માટે, તમારી બેસવાની પોઝિશન પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. થોડીવાર કસરત કરવાથી તમને ઘણી રાહત મળશે.


આજકાલ લોકો લેપટોપ અને કોમ્પ્યુટર પર કલાકો સુધી કામ કરે છે. ફોન પર ગેમ્સ, મૂવીઝ અને ઓનલાઈન શોપિંગ વગેરેના કારણે આપણો સ્ક્રિન પર સમય વધી ગયો છે.  આવી સ્થિતિમાં, ઘણા લોકો ગરદન અને ખભાના દુખાવાની સમસ્યાથી પીડાય છે. આને સર્વાઈકલ પેઈનની સમસ્યા કહેવાય છે. કોરોના મહામારી દરમિયાન આ સમસ્યા વધુ વધી ગઈ છે. સર્વાઈકલ પેઈનમાં આખા ખભા, પીઠ અને ગરદનમાં દુખાવાની સમસ્યા રહે છે. આ સિવાય લોકોને અન્ય ઘણી સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે. સર્વાઈકલ સ્પોન્ડિલોસિસ અથવા ઓસ્ટિઓઆર્થરાઈટિસને કારણે દુખાવો થાય છે. ગરદન અથવા ખભા આનાથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. જો તમે સમયસર તેની સારવાર ન કરવામાં આવે તો  પછી આ રોગ વધુ ગંભીર બની શકે છે. જો કે, કેટલીક મુદ્રા અને થોડી કસરત કરવાથી, વ્યક્તિ સર્વાઇકલના દુખાવાથી રાહત મેળવી શકે છે. તમે આ કસરતો કરી શકો છો.


બાલાસન


 સર્વાઇકલ પેઇનમાં એક્સરસાઇઝ કરવાથી ઘણી રાહત મળે છે. આપ રોજ બાલાસન કરો. આ માટે વજ્રાસનની મુદ્રામાં બેસો. હવે બંને હાથને માથાની રેખામાં ઉપરની તરફ  લઇ જાવ,  ધ્યાન રાખો કે તમારે હાથ મિલાવવાની જરૂર નથી. હવે શ્વાસ છોડતી વખતે હથેળીઓને જમીન તરફ આગળ કરો.  માથું પણ જમીન પર રાખો.


ભુજંગાસન


 લેપટોપ પર કામ કરનારાઓએ દરરોજ કોબ્રા પોઝ અવશ્ય કરવું જોઈએ. તેનાથી મન શાંત થાય છે અને આખા શરીરને આરામ મળે છે. આ કરવા માટે, તમારા પેટ પર સૂઈ જાઓ. હવે બંને હાથથી આગળની તરફ ઉભા થાવ. માથાને પાછળની તરફ લઇ જાવ, ધીરે ધીરે ફરી એજ સ્થિતિમાં આવી જાવ.


તાડાસન કરવાની રીત


સૌથી પહેલાં સામાન્ય સ્થિતિમાં ઊભા થઈ જાઓ અને કમર અને ગરદનને સીધી રાખો.હવે બંન્ને હાથને માથું અને ખભાની ઉપર લઈ જાઓ અને શ્વાસ અંદર લેતાં આખા શરીરને ઉપર તરફ ખેંચો અને પગના તળિયા પર ઊભા થઈ જાઓ.હવે તમને પગની આંગળીઓથી લઈને હાથની આંગળીઓ સુધી ખેંચાણ અનુભવાશે. આ સ્થિતિમાં જ્યાં સુધી ઊભા રહેવાય ત્યાં સુધી રહો.હવે ધીરે-ધીરે શ્વાસ છોડતા શરીર અને હાથને સામાન્ય સ્થિતિમાં લઈ આવો