Fengshui tips :ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ પણ ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા પર ભાર મૂકે છે. ઘર બનાવતી વખતે લોકો વાસ્તુ અને ફેંગશુઈ બંનેના નિયમોનું પાલન કરે છે. જેથી ઘરને વાસ્તુ દોષથી બચાવી શકાય.


 ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ પણ ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા પર ભાર મૂકે છે. ઘર બનાવતી વખતે લોકો વાસ્તુ અને ફેંગશુઈ બંનેના નિયમોનું પાલન કરે છે. જેથી ઘરને વાસ્તુ દોષથી બચાવી શકાય. ઘરના દરેક ભાગ, દરેક દિશાને ફેંગશુઈ અનુસાર સજાવી અને બનાવવી જોઈએ. આના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને નકારાત્મક ઉર્જાનો અંત આવે છે. તેવી જ રીતે જો ઘરમાં રાખવામાં આવેલ ફર્નિચર પણ ફેંગશુઈના નિયમો પર આધારિત હોય તો ઘરમાં સકારાત્મકતા વધે છે. જો નિયમોને ધ્યાનમાં રાખીને તેનો ઉપયોગ કરવામાં આવે તો તે જીવનમાં પ્રગતિ અને સુખ લાવે છે.


જીવનમાં ખુશી અને પ્રગતિ માટે ફેંગસુઇનો કરો ઉપયોગ


ફેંગશુઈ શાસ્ત્રમાં રંગોનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ફેંગશુઈ નિષ્ણાતોનું માનવું છે કે, ઘર અને ઓફિસમાં હંમેશા હળવા રંગના ફર્નિચરનો ઉપયોગ કરો. તેનાથી સકારાત્મકતા આવે છે. ઘાટા અને તેજસ્વી રંગો નકારાત્મક ઊર્જાને આમંત્રણ આપે છે.


સિમ્પલ ફર્નીચર


ફર્નિચર અંગે ફેંગશુઈના નિષ્ણાતો કહે છે કે ઘર કે ઓફિસનું ફર્નિચર સાદું હોવું જોઈએ. ગોળ કે તીક્ષ્ણ ફર્નિચર ન લગાવવું જોઈએ. ફર્નિચરની રચના હંમેશા સરળ  હોવી જોઈએ. રાઉન્ડ શેપ ફર્નિચર નકારાત્મકતા વધારે છે.


દિશા પણ મહત્વપૂર્ણ છે


હલકું ફર્નિચર ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું જોઈએ અને ભારે ફર્નિચર પશ્ચિમ કે દક્ષિણ દિશામાં જ રાખવું જોઈએ. તેનાથી નકારાત્મકતાનો પ્રવાહ ઓછો થાય છે.


દરવાજા પર ધ્યાન આપો


ફેંગશુઈ કહે છે કે ઘરનો પાછળનો દરવાજો સીધી રેખામાં ન હોવો જોઈએ. જેના કારણે ઘરની સકારાત્મક ઉર્જા પાછલા દરવાજેથી અંદર પ્રવેશતાની સાથે જ બહાર નીકળી જાય છે. જેની ઘરના સભ્યો પર વિપરીત અસર પડશે


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.