આહાર અને તંદુરસ્તી વચ્ચે સીધો સંબંધ છે. અમુક ખોરાક હાર્ટ એટેક, કેન્સર, ડાયાબિટીશ અને કેન્સર જેવી બિમારીના જોખમમાં ઘટાડો કરતાં હોય છે. ખાસ કરીને કેન્સર જેવી અસાધ્ય બિમારીથી સાવધ રહેવું જોઇએ અને તેની સામે રક્ષણ આપે તેવો ખોરાક લેવો જોઇએ. ઘણા ખાદ્ય પદાર્થમાં એવા લાભકારક ઘટકો હોય છે કે જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે. કેટલાંક અભ્યાસોમાં પણ બહાર આવ્યું છે અમુક ફૂડથી આવી બિમારીના જોખમમાં ઘટાડો થાય છે. આમાંથી અમુક ફૂડની અહીં માહિતી આપવામાં આવી છે.


ઓલિવ ઓઇલ
ઓલિવ ઓઇલથી તંદુરસ્તીમાં વધારો કરવામાં મદદ મળે છે. 19 અભ્યાસના વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે વધુ ઓલિવ ઓઇલનો વપરાશ કરતાં લોકોમાં બ્રેસ્ટ કેન્સર અને પાચનતંત્રના કેન્સરના જોખમમાં ઘટાડો થયો હતો. તેથી બીજા તેલની જગ્યાએ ઓલિવ ઓઇલનો વપરાશ કરવો જોઇએ. સલાડ, શાકભાજી, મીટ, ફીશ કે પોલ્ટ્રીમાં ઓલિવ ઓઇલનું પ્રમાણ વધારી શકાય છે.

બ્રોકોલી
બ્રોકોલીમાં સલ્ફોરેફેન નામનું તત્વ હોય છે. તે તેના એન્ટીકેન્સર ગુણધર્મ માટે જાણીતું છે. ટેસ્ટ ટ્યુબ અભ્યાસમાં બહાર આવ્યું છે કે સલ્ફોરેફેનથી બ્રેસ્ટ કેન્સર સેલના કદ અને સંખ્યામાં 75 ટકા સુધી ઘટાડો થાય છે. અનિમલ સ્ટુડીમાં પણ બહાર આવ્યું છે કે સલ્ફોરેફેનથી ઉંદરની સારવાર કરવાથી પ્રોસ્ટેટ કેન્સરના સેલને મારવામાં મદદ મલે છે. તેનાથી કેન્સરની ગાંઠના કદમાં પણ 50 ટકા સુધી ઘટાડો થયો હતો.



ગાજર
વિવિધ અભ્યાસમાં જણાયું છે કે વધુ ગાજર ખાવાથી વિવિધ પ્રકારના કેન્સરના જોખમમાં ઘટાડો થાય છે. પાંચ અભ્યાસના વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે ગાજરથી પેટના કેન્સરના જોખમમાં 26 ટકા સુઘી ઘટાડો થાય છે. તેનાથી પ્રોસ્ટેટ કેન્સરની શક્યતા પણ 18 ટકા સુધી ઘટે છે. 1,266 લોકોને આવરી લઈને કરવામાં આવેલા સરવે મુજબ ગાજર ન ખાતા અને ધ્રુમ્રપાન કરતાં લોકોમાં ગાજર ખાતા લોકોની સરખામણીમાં ગળાના કેન્સરનું ત્રણ ગણું વધુ જોખમ રહે છે.

બેરી
બેરીમાં એન્થોકિન્સનું પ્રમાણ ઊંચું છે. આ પ્લાન્ટ પિગમેન્ટમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણધર્મ હોય છે અને તે કેન્સરના જોખમમાં ઘટાડો કરે છે. એક અભ્યાસમાં બહાર આવ્યું હતું કે કોલોરેક્ટલ કેન્સર ધરાવતા 25 લોકોની સાત દિવસ સુધી બિલબેરીથી સારવાર કરવામાં આવી હતી અને તેનાથી કેન્સરના કોષના વિકાસમાં 7 ટકા ઘટાડો થયો હતો. ઓરલ કેન્સરમાં પણ બ્લેક રાસબેરી ઉપયોગી છે. તેથી તમારા આહારમાં બે બેરીનો સમાવેશ કરવાનું લાભકારક છે.



લીલા વટાણા
વટાણામાં ફાઇબરનું પ્રમાણ વધું હોય છે, જે કોલોરેક્ટલ કેન્સર સામે રક્ષણ આપી શકે છે. અનિમલ સ્ટડીમાં બહાર આવ્યું છે કે દરેક સપ્તાહે બિન્સ ખાવાથી ફાઇબરનું પ્રમાણ વધે છે અને કેન્સરનું જોખમ ઘટે છે.

તજ
તજ તેના આરોગ્યપ્રદ લાભ માટે જાણીતા છે. તેનાથી બ્લૂડ શ્યૂગરમાં અને ઇન્ફ્લેમેશનમાં ઘટાડો થાય છે. તજથી કેન્સરના ફેલાવાને રોકી શકાય છે. તજના તેલથી ગળાના કેન્સરના કોષનો વિકાસ અટકે છે અને કેન્સરની ગાંઠના કદમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. તેથી તમારા ભોજનમાં એક કે દોઢ ચમચી તેજથી કેન્સરના જોખમ ઘટાડી શકાય છે.
આ ઉપરાંત હળદર, ખાટા ફળો, ટમેટા, લસણ, ફેટી ફીશ પણ કેન્સરના જોખમમાં ઘટાડો કરે છે.