ગુજરાત ભાજપના કયા સાંસદને કોરોના પછી ફેફસામાં તકલીફ થતા વેન્ટિલેટર પર રખયા?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Sep 2020 08:08 AM (IST)
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને ફેફસામાં તકલીફ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અભય ભારદ્વાજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. એમાં પણ રાજકોટમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને કોરોના થયો હતો. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને ફેફસામાં તકલીફ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અભય ભારદ્વાજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ભાજપના નેતા કશ્યપ શુક્લ, તેમના ભાઈને કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત મંત્રી જયેશ રાદડીયાને પણ કોરોના પોઝિટિવ આવ્યો. છે. રાજકોટ માં હવે દરરોજ 125 થી 150 લોકોને કોરોના પોજીટિવ આવી રહ્યો છે.