મોરબી: મોરબીના માળીયા તાલુકાના વર્ષામેડી ગામમાં યુવક તણાયાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર વર્ષામેડી ગામે કોઝવે પરથી વરસાદી પાણીમાંથી પસાર થતા સમયે યુવક તણાયો હતો. ડેમમાંથી પાણી છોડવામાં આવતા કોઝ વે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો ત્યારે યુવતે કોઝ વે પસાર કરતા તે તણાયો હતો.
સદનસીબે યુવકે વીજ પોલ પકડી લેતા તેનો જીવ બચી ગયો હતો. બાદમાં સ્થાનિક તરવૈયાઓ એ યુવકને પાણીમાંથી બહાર કાઢતા યુવકનો જીવ બચ્યો હતો.
વડોદરામાં ઢોર પાર્ટીની ટીમ પર હુમલો
વડોદરામાં ઢોર પાર્ટીની ટીમ પર હુમલો થયો છે. બાપોદ અને કપુરાઇ બ્રિજ પાસે ઢોર પાર્ટીની ટીમ ગઈ હતી જ્યાં મહિલાઓએ ઢોર પાર્ટીની ટીમ પર હુમલો કર્યો હતો. પોલીસની હાજરીમાં દાંતરડા અને પથ્થર સાથે હુમલો કરાયો હતો જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઢોર પાર્ટીએ પકડેલા ત્રણ ઢોરમાંથી 2 ઢોર મહિલાઓ છોડાવીને લઈ ગઈ હતી. શરૂઆતમાં ઢોર પાર્ટીનો વિરોધ પશુપાલકો પુરુષોએ કર્યો હતો પરંતુ બાદમાં મહિલાઓને આગળ કરી હોવાનો આરોપ છે. જો કે હાલ તો કોર્પોરેશને બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો આ તરફ કપુરાઇ બ્રિજ પાસે પણ મોડી રાત્રે 2 વાગે પશુ માલિકોએ ઢોર પાર્ટીની ટીમ સાથે બબાલ કરી હતી.