Weight loss: મેદસ્વીતા માટે અનિયમિત જીવનશૈલીની સાથે સાથે અનહેલ્ધી ફૂડ  વધવાનું સૌથી મોટું કારણ છે. વજન ઘટાડવા માટે તમે ડાયટમાં અનેક પ્રકારની સ્મૂધી પણ સામેલ કરી શકો છો. સ્વાદ અને સ્વાસ્થ્ય બંને દ્રષ્ટિએ આ એક સારો વિકલ્પ છે.


ઉનાળાની ઋતુમાં તાપના કારણે આપણે વધુ પાણી પીવાનું કે અન્ય આરોગ્યપ્રદ પીણાં લેવાનો આગ્રહ રાખીએ છીએ.  આ દરમિયાન ઠંડા અને સ્વાદિષ્ટ શેક અને સ્મૂધીનું સેવન પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે ઘરે બનાવેલી સ્મૂધીનું સેવન પણ કરી શકો છો જે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. આપ  ફળો અને શાકભાજીનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની સ્મૂધી બનાવી શકો છો. આ તમને ઊર્જાવાન અને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. આ એક હેલ્ધી અને સારો ઓપ્શન છે.


પપૈયા સ્મૂધી


પપૈયાની સ્મૂધી બનાવવા માટે પપૈયાના ટૂકડા કરી લો, તેમાં થોડા બરફના ક્યૂબ ઉમેરો આ મિશ્રણને મિક્સ કરી દો.તેમાં થોડી અલશી ઉમેરો, તેને બ્લેન્ડ કરી દો.  પપૈયાની સ્મૂધી તૈયાર થઇ જશે.


 દૂધીની સ્મૂધી


દૂધીની સ્મૂધી બનાવવા માટે એક દૂધીને છીણી લો અને કાકડી લો અને તેને પણ છીણી લો. તેમાં થોડું સિંધાલૂ નમક મિક્સ કરો અને આ મિશ્રણને બ્લેન્ડ કરી દો. હેલ્ધી પૌષ્ટિક સ્મૂધી તૈયાર છે.


સુપર સ્મૂધી


સુપર સ્મૂધી માટે આપે 1 સફજન, એક આંબળો, એક ગાજર, તેમજ અડધી બીટ લો. આ તમામ ફળને છીણી લો, બ્લેન્ડર જારમાં બધી જ સમાગ્રી ઉમેરો અને બ્લેન્ડ કરી દો અને તેનું સેવન કરો.


એપ્પલ સ્મૂધી


સફરજન આખો દિવસ ઊર્જાવાન રાખવામાં મદદ કરે છે. આપ દિવસની શરૂઆત આ હેલ્ધી સ્મૂધીથી કરી શકો છો. એપ્પલ સ્મૂધી બનાવવા માટે એપ્પલના ટૂકડા લો અને તેમા ચિયા સીડ ઉમેરો, તેમાં તજનો પાવડર ઉમેરો, બાદ તેનું સેવન કરો.