White Tea For Skin Care: જો ગ્લોઈંગ સ્કિન માટે હેલ્ધી વસ્તુઓને ડાયટમાં સામેલ કરવામાં આવે તો વધારે કોસ્મેટિક્સના ઉપયોગની  જરૂર નથી કારણ કે તેનાથી  ત્વચા કુદરતી રીતે જ ગ્લો કરવા  લાગે છે.


ત્વચાનો ગ્લો  વધારવા અને તેને લાંબા સમય સુધી યુવાન રાખવા માટે આપણે બધા વિવિધ પ્રકારના સ્કિન કેર પ્રોડક્ટનો   ઉપયોગ કરીએ છીએ. આમ કર્યા પછી પણ ઘણી વાર સ્કિન પર ગ્લો  દેખાતો નથી, આપણને વિચાર આવે છે કે, સેલેબ્સની ત્વચા આટલી ગ્લોઈંગ કેવી રીતે રહે છે  તેઓ શું લગાવતા હશે? આ બાદ આપણે એડથી પ્રેરિત થઇને બ્યુટી પ્રોડક્ટ ખરીદીએ છીએ. જો કે ફૂડ છે. જે એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે અને તેના ઉપયોગથી આપ સ્કિન પર નેચરલ ગ્લો લાવી શકો છો.


ગ્લોઈંગ સ્કિનની ઈચ્છા કેમિકલયુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા વિના પણ પૂરી થઈ શકે છે. ઉપરાંત, તમારે ત્વચાની સંભાળ માટે ઘણા ઘરેલું ઉપચાર અપનાવવાની પણ જરૂર પડશે નહીં. તમે ફક્ત તમારા આહાર અને દિનચર્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરો, પછી જુઓ કે તમારી ત્વચા કેવી રીતે ગ્લો કરે છે. આપને આહારમાં એવા ફૂડ લેવા જોઇએ. જે  આપની ત્વચાને અંદરથી   સ્વસ્થ અને સુંદર બનાવે છે. તેના ઉપયોગથી ત્વચાની યુવાની ઘણા વર્ષો સુધી વધે છે.  વ્હાઇટ ચા પણ કંઇક આવું જ નેચરલ ડ્રિન્ક છે. , જે સ્કિનને નિખારે છે.


સ્કિનનો ગ્લો વધારતી વ્હાઇટ ટી શું  છે?


વ્હાઇટ ટીમાં એવું તત્વ છે કે, તે સુંદરતામાં વધારો કરે છે.  આ ચા ત્વચા માટે હેલ્થ ટોનિકની જેમ કામ કરે છે કારણ કે તેમાં સારી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે તમારી ત્વચા પર ફાઈન લાઈન્સને ઉભરવા દેતી નથી.આ ચાયની પત્તીનો સૌથી ઓછો પ્રોસેસ કરેલ પ્રકાર છે. સફેદ પત્તીની ચાયમાં આદુ અને લીંબુ મિક્સ કરીને બનાવવામાં આવે છે. 


આ ટી ત્વચા પર કેવી રીતે કરે છે કામ?


હવે સવાલ એ થાય છે કે વ્હાઇટ-ટી ત્વચા પર કેવી રીતે કામ કરે છે. તેનું  એન્ટીઓક્સીડેન્ટ ત્વચા પર સોજો  થવા દેતું નથી. આ સોજો   શરીરમાં ઉત્પન્ન થતા મુક્ત રેડિકલ અને ખોરાકના પાચન દરમિયાન થતી અન્ય રાસાયણિક પ્રતિક્રિયાઓને કારણે આવે છે. આના કારણે ત્વચા અંદરથી ફૂલી જાય છે, પરંતુ એન્ટીઓક્સીડેન્ટ્સ આ નુકસાનને નિયંત્રિત કરે છે અને ત્વચાની રિપેરિંગ સ્પીડને વધારે છે. તેનાથી ત્વચા મુલાયમ અને સ્વચ્છ પણ  દેખાય છે.


વ્હાઈટ-ટીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ત્વચાની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને તેના કારણે ત્વચા પર ફોલ્લીઓ, પિમ્પલ્સ, બહારની ગંદકી, બેક્ટેરિયા, ફંગસ વગેરેની અસર નથી થતી.


હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ત્વચાને કોમળ બનાવવી તો ઠીક, પણ વ્હાઇટ-ટી ત્વચાની ચમક કેવી રીતે વધારે છે? તો ચાલો તમને જણાવી દઈએ કે આ ચા પીવાથી મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે. આના કારણે, તમારા શરીરની અંદર રહેલા મોટાભાગના ઝેરી તત્વો ફ્લશ થઈ જાય છે, જે ત્વચા પર તાજગી વધારે છે અને તમને ગ્લોઇંગ  બનાવે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.