Golgappa Plate Calories: ગોલગપ્પાનું સેવન અમુક અંશે સ્વાસ્થ્યપ્રદ સાબિત થઈ શકે છે. જો કે, તેના ઘણા ગેરફાયદા પણ છે. આવો જાણીએ તેનો ઈતિહાસ, કેલરી અને નુકસાન વિશે-


ગોલગપ્પાનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. ખાસ કરીને તેના પાણીનો ખાટો-મીઠો સ્વાદ દરેકના મનને લલવાચે છે  પરંતુ સ્વચ્છતાના નિયમોને નેવે મૂકીને બનાવવામા આવતી પાણી પુરી બીમારી જ નોતરે છે.   પાણીપુરી બનાવવાની યોગ્ય પ્રક્રિયાનું પાલન ન કરવાને કારણે ગોળગપ્પાનું સેવન સ્વાસ્થ્ય માટે અનિચ્છનીય માનવામાં આવે છે.


જો આપ પણ ગોલગપ્પા ખાવાના શોખીન છો તો તેનો ઈતિહાસ ચોક્કસથી જાણી લો.આવો જાણીએ શું છે ગોલગપ્પાનો ઈતિહાસ-


શું છે ગોલગપ્પાનો ઈતિહાસ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહજહાંના સમયથી ગોલગપ્પાનું પાણી પીવામાં આવે છે. ઇતિહાસમાં જઇને ડોકિયું કરીએ તો  શાહજહાંના શાસનકાળમાં દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં કોલેરા ફેલાયો હતો. કોલેરાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ એક રોગ છે જે ગંદુ પાણી પીવાથી ફેલાય છે. આવી સ્થિતિમાં શાહજહાંએ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાનો આદેશ આપ્યો હતો. આ સાથે તમામ લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી હતી.


લોકોને ઉકાળેલા પાણીનો સ્વાદ  ખૂબ જ ખરાબ લાગતો હોવાથી તેને સ્વાદિષ્ટ બનાવા માટે તેઓ આ પાણીમાં ફુદીનાનો રસ, લીંબુનો રસ,કોથમીર, મરચા અને તેમજ અન્ય મસાલા ઉમેરીને સ્વાદિષ્ટ પાણી બનાવવા લાગ્યા.  આ  સ્વાદ મીઠો અને ખાટો હતો. જેથી આ પાણીનો લોકોને ચસકો લાગ્યો. આ પાણી સાથે અન્ય ખાદ્ય પદાર્થ ખાવાની ઇચ્છા થતાં આખરે  પાણી પુરીની શરૂઆત થઇ.


સ્વાસ્થ્યની વાત કરીએ તો, જો તમે વિવિધ મસાલા ઉમેરીને પાણી પીઓ છો, તો તે શરીરમાં રહેલા વાયરસ  અને બેક્ટેરિયાને ખતમ કરી શકે છે. ખાસ કરીને પાણીમાં હિંગ અને કોથમીરનું મિશ્રણ પાચન માટે ખૂબ જ સારું છે. એ જ રીતે ગોલગપ્પાનું પાણી પીવાનું શરૂ થયું. ધીમે ધીમે તેની પીવાની રીત અને શૈલી બદલાઈ ગઈ. હવે લોકો તેને ગોલગપ્પામાં ભરીને પીવે છે. આ વ્યજનને કેટલાક રાજ્યોમાં ગોલગપ્પા કહેવાય છે તો કેટલાક રાજ્યોમાં ગોલગપ્પા કહેવાય છે.


ગોલગપ્પામાં કેટલી કેલરી


ગોલગપ્પાની એક પ્લેટમાં તમને લગભગ 6 પુરી મળે છે, જેની કેલરી લગભગ 216 છે. આવી સ્થિતિમાં, જો તમે સામાન્ય આહાર સાથે 1 થી 2 પ્લેટ ગોલગપ્પા ખાઓ, તો તમારા શરીરમાં વધારાની કેલરી સંગ્રહિત થઈ શકે છે.


ગોલગપ્પાને કારણે નુકસાન


ગોલગપ્પાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. વાસ્તવમાં, ગોલગપ્પાના પાણીમાં મીઠાની માત્રા ઘણી વધારે હોય છે, જે બ્લડ પ્રેશર વધારી શકે છે. તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું હિતાવહ છે. આ સિવાય ગોલગપ્પાનું સેવન કરવાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે, જેમ કે-



  • ઉલટી, ઝાડા, કમળો

  • ડિહાઇડ્રેશન

  • અલ્સર

  • પાચન સંબંઘિત  સમસ્યાઓ

  • પેટમાં દુખાવો

  • એસિડિટીની સમસ્યા


Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ,  અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આ માહિતીને માત્ર  સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો..