DIY Hair Mask: તડકા અને પરસેવાને કારણે તમારા વાળ નબળા કે પાતળા નહીં થાય. અહીં જણાવેલ હેર માસ્ક તમારા વાળની ​​કુદરતી રીતે ગ્લોઇંલ સ્મૂધ બનાવશે.


ઉનાળાની ઋતુમાં તમારા વાળની  ​​ચમક ઓછી નહીં થાય અને તેનો કુદરતી રંગ પણ જળવાઇ રહેશે. જો તમે તમારા વાળને કુદરતી સંભાળ આપવામાં માનતા હોવ તો આ દેશી હેર માસ્ક તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ખાસ કરીને ઉનાળામાં, તે તમારા વાળને ગરમીથી રક્ષણ આપવા અને ચમક જાળવવામાં મદદ કરે છે.


 હેર માસ્ક બનાવવા માટેની સામગ્રી



  • પાકેલું કેળું – નંગ

  • મહેંદી પાવડર- 2 ચમચી

  • કોફી પાવડર- 1 ચમચી

  • દહીં- 1 વાટકી

  • સરસવનું તેલ- 1 ચમચી


હેર માસ્ક બનાવવાની વિધિ



  • સૌપ્રથમ કેળાની છાલ કાઢીને  બારીક કાપીને તેની પેસ્ટ બનાવી લો. જો તમે ઈચ્છો તો તેને દહીં સાથે મિક્સરમાં પીસીને બારીક પેસ્ટ બનાવી શકો છો.

  • હવે  આ પેસ્ટમાં બાકીની બધી જ વસ્તુઓ મિક્સ કરીને તેને ઢાંકીને રાખી દો.

  • એક કલાક બાદ આ હેર માસ્કને આપ આપના વાળ પર લગાવો, 30 મિનિટ રહેવા દો પછી વોશ કરી દો.

  • મહિનામાં બે વખત  આ પ્રયોગ કરવાથી નેચરલ સાઇન બની રહેશે અને હેરનો ગ્રોથ પણ વધશે.


આ હેર માસ્કથી થતાં ફાયદા



  • દહીનું પ્રોટીન મળવાથી વાળને મોશ્ચરાઇઝર મળે અને ગ્રોથ પણ સારો થાય છે.

  • મહેંદી વાળને સાઇની બનાવવાની સાથે નેચરલ કલર પણ બની રહે છે.

  • સરસવનું તેલ વાળને મોશ્ચર પુરુ પાડીને સ્મૂધ બનાવે છે, તેમાં એન્ટીફંગલ એલિમન્ટ પણ છે. જે દરેક પ્રકારના ઇન્ફેકશનથી પણ બચાવે છે.


 Disclaimer:એબીપી અસ્મિતા  આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી.આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહાર પદ્ધતિને  અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.