Benefits Of Milk: કેટલાક લોકોના મનમાં એ પ્રશ્ન થતો હશે કે, દૂધને ઠંડુ કે ગરમ કેવું પીવું વધુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમજ હેલ્થ એક્સ્પર્ટ ક્યાં સમયે દૂધ પીવાની સલાહ આપે છે જાણીએ..
ભારતના દરેક ઘરમાં મિલ્કને ખૂબ મહત્વ આપવામાં આવે છે, દૂધની ન્યુટ્રીશનલ વેલ્યૂ વધુ હોય છે. બાળકોથી માંડીને મોટા દરેક લોકોને દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.
દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, જિંક, મેગ્નિનિશ્યમની સાથે કેટલાક માઇક્રોન્યૂટ્રીએન્ટસ જોવા મળે છે. કેટલાક લોકોને ગરમ દૂધ પીવું પસંદ હોય છે, તો કેટલાક ઠંડુ પીવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તેને ખાંડની સાથે લે છે તો કેટલાક લોકો તેને નેચરલ ટેસ્ટ સાથે પીવાનું પસંદ કરે છે. ક્યાં સમયે દૂધ પીવું વધુ હેલ્થી સાબિતા થાય છે. જાણીએ..
મોસમ પ્રમાણે બદલો
દૂધ ઠંડું લેવું જોઈએ કે ગરમ એ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિ જાણવા માંગે છે. આરોગ્ય નિષ્ણાતો માને છે કે બંને ફાયદાકારક છે. જો કે, તમે તેને ઋતુ પ્રમાણે બદલી શકો છો. આપ ઉનાળામાં ઠંડુ દૂધ પી શકો છો તો શિયાળામાં ગરમ દૂધ પીવું હિતાવહ છે. શિયાળામાં રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ પીવું ફાયદાકારક છે.
આ સમયે બાળકોને દૂધ આપો
આયુર્વેદ અનુસાર દૂધ પીવાનો યોગ્ય સમય સૂતા પહેલાનો યોગ્ય છે. જો રાત્રે વધારે પ્રવૃત્તિ ન હોય, તો તમારું શરીર વધુને વધુ કેલ્શિયમ શોષી લે છે. તે જ સમયે, બાળકોને સવારે દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. એકથી બે કપ દૂધ આખા દિવસ માટે પૂરતું માનવામાં આવે છે.
Disclaimer:એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.