Health tips:  હાર્ટ બર્નને આપણે એસિડીટી માનીને સામાન્ય રીતે અવગણીએ છીએ જો તે હાર્ટ અટેકના સંકેત પણ હોઇ શકે છે.. તાજેતરના ભૂતકાળમાં, આપણે જોયું છે કે, 30 થી 40 વર્ષની વયજૂથના લોકો પણ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામે છે


હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં ઘણા ફેરફારો અને લક્ષણો જોવા મળે છે. જો તમે આ લક્ષણોને સમયસર ઓળખી લો તો હાર્ટ એટેકની ગંભીરતાને ટાળી શકાય છે. ચાલો જાણીએ હાર્ટ એટેક પહેલા જોવા મળતા લક્ષણો વિશે-


શરીરમાંથી ગરમી વિના વધુ પડતો પરસેવો પણ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે. આ સ્થિતિમાં, તમારું ચેકઅપ કરો.


છાતી અને હાથની આસપાસ ઘણી જકડાઈ, ખેંચાણ અને પીડા જેવી લાગણી પણ હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે.


છાતી અને હાથની આસપાસ ઘણી જકડાઈ, ખેંચાણ અને પીડા જેવી લાગણી પણ હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે


હાર્ટ એટેક આવતા પહેલા શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જો તમને આવા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. કોઈ કારણ વગર ખૂબ થાક લાગવો એ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે.


કોરોનાથી રિકવર થયા બાદ હાર્ટ અટેકના કેસમાં 14 ટકાનો વઘારો થયો છે. કોવિડની બીજી લહેરમાં બાદ ખાસ કરીને આ સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. બ્લડ જાડુ થવાથી અને ધમનીમાં સોજા આવી જવાથી હાર્ટ કેસના કેસમાં કોવિડ બાદથી વધારો થયો છે.   જો આપ કોવિડથી રિકવર થઇ ગયા હો અને રિકવરી બાદ જો આવા લક્ષણો દેખાય તો તેને નજર અંદાજ ન કરશો. કોવિડ બાદ લાંબા સમય સુધી નબળાઇ લાગે તો એ નબળા હાર્ટના સંકેત આપે છે. 


પોસ્ટ કોવિડના લક્ષણોને પણ હળવાશથી ન લેવા જોઇએ. જો કોવિડ બાદ અચાનક આપના હાર્ટ બીટ વધી જતાં હોય, ક્યારેક-ક્યારેક છાતીમાં દુખાવો થતો હોય અથવા તો લાંબા સમય સુધી નબળાઇ અનુભવાતી હોય તો આ લક્ષણોને નજરઅંદાજ ન કરવા અને આ મામલે ડોક્ટરની સલાહ લેવી.