વરિયાળીના આ તમામ ગુર્ણધર્માને કારણે તે વધતા જતા વજનને પણ કંન્ટ્રોલમાં રાખે છે.એક ટેબલસ્પૂન વરિયાળીમાં 2 ગ્રામ ફાઇબર હોય છે.વરિયાળીમાં ફાઇબર રિચ હોવાથી શરીરનું પાચન બેસ્ટ બનાવે છે. તેના કારણે જ જમ્યા બાદ મુખવાસમાં વરિયાળીનો ઉપયોગ થાય છે.
ઇમ્યુનિટી બૂસ્ટર
વરિયાળીનું પાણી પીવાથી શરીરમાં રોગ પ્રતિકારકશક્તિમાં પણ વધારો થાય છે. વિટામીન સી પણ વરિયાળીમાં પ્રચૂર માત્રામાં હોવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે કારગર છે. કોરોના કાળમાં લોકોએ વરિયાળીના પાણીનો પ્રયોગ ઇમ્યુનિટી બૂસ્ટ માટે કર્યો હતો.
શરીરને ડિટોક્સ કરે છે
વરિયાળીના પાણીનો ઉપયોગ ડિટોક્સ વોટર તરીકે કરી શકાય છે. બીજા ડિટોક્સ વોટર બનાવવા કરતા આ વધુ સરળ છે. વરિયાળીનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી પલાળી દો.તેનો રોંજિદો ઉપયોગ શરીરને ડિટોક્સ કરે છે. વરિયાળીનું પાણી શરીરમાંથી ઝેરી તત્વ બહાર કાઢે છે અને બોડીને ડિટોક્સ કરે છે.
વજન ઓછું કરવામાં સહાયક
વરિયાળીનું પાણી પાચનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તેમાં રહેલું ફાઇબર શરીરને એનર્જી પુરી પાડે છે. તેના નિયમિત સેવનથી ભૂખ પણ ઓછી લાગે છે અને નબળાઇ પણ નથી અનુભવાતી. આ તમામ ગુણોના કારણે શરીર ઉતારવામાં મદદગાર સાબિત થાય છે.
પેટ સંબંધિત બીમારીમાં કારગર
વરિયાળીમાં મોજૂદ એન્ટી ઇમ્ફ્લેમેન્ટરી, વિટામિન સી, મેગેનિઝ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ પેટના વિકારને હરે છે. વરિયાળીના સેવનથી પાચનતંત્ર સારૂ રહે છે. પેટ ફુલવું, કબજિયાત,ગેસની સમસ્યાથી રાહત આપે છે. અનિદ્રાની સમસ્યામાં પણ વરિયાળી કારગર છે. સાકર સાથે વરિયાળી લેવાથી સારી ઊંઘ આવે છે.