Health Tips:સરસવમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. ખાસ કરીને પ્રેગ્નન્સી બાદ અને મોનોપોઝ બાદ થતી કેલ્શિયમની કમીમાં સરસવનું સેવન ઉત્તમ ગણાય છે. જે મહિલાઓમાં કેલ્શિયમની કમી હોય તેમણે સરસવના શાકનું સેવન કરવું જોઇએ. બ્લડ બ્લોટિંગની સમસ્યામાં આ શાક સ્વાસ્થ્ય માટે હિતકારી છે.  


સરસવનું શાક અનેક લોકોની પસંદગીનું શાક હોય છે. તે સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. આ શાકને મકાઇની રોટલી અને ગોળ સાથે લેવામાં આવે છે. આ શાકના સેવનથી એક નહી અનેક ફાયદા થાય છે. તો જાણીએ સરસવનું શાક સ્વાસ્થ્ય માટે કઇ રીતે હિતકારી છે. સરસવનું શાક ખાવાથી કયા કયા ફાયદા થાય છે. સરસવના શાકમાં વિટામીન કે, ઇ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ શાક લિવર માટે પણ શ્રેષ્ઠ છે. જાણીએ સરસવના શાકના ફાયદા


સરસવનું શાક પ્રેગ્નન્સી બાદ ખાવાની સલાહ આપવામાં આવે છે. તે ન્યુબોર્ન બેબીના વિકાસ માટે પણ શ્રેષ્ઠ ગણાય છે. મેનોપોઝ બાદ પણ કેલ્શિયમની કમી આવે છે. આ સમયે પણ સરસવના શાકને ડાયટમાં સામેલ કરવું ઉપકારક છે.


સરસવરના શાકમાં વિટામિટ કે છે. જે બ્લડ ડિસઓર્ડરને દૂર કરે છે. બ્લડ બ્લોટિંગની સમસ્યા અને લિવર માટે પણ શ્રેષ્ઠ મનાય છે.


સરસોમાં ઓમેગો 3 ફેટી એસિડ એટલે કે વિટામીન-ઇ ભરપૂર માત્રામાં હોય છે. જે સ્કિન હિતકારી છે. આર્થરાઇટિંસ અથવા હાર્ટ સંબંધિત સમસ્યામાં પણ સરસવનું શાક ખાવું ફાયદાકારક સાબિત થાય છે.સરસવના શાકમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. જે એક પ્રકારનું નેચરલ સોર્સ છે.


જે લોકોને વારંવાર કબજિયતાની સમસ્યા રહેતી હોય તેવા લોકો માટે પણ સરસવનું શાક રામબાણ ઇલાજ છે. સરસવમાં કેલ્શિયમ, વિટામિન ઇ, કે, અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોવાથી એક નહી અનેક રીતે સ્વાસ્થ્ય માટે હિતકારી છે.મહિલાઓ માટે સરસવનું શાક ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરે છે.