લુધીયાણાઃ દેશમાં કોરોનાના (Coronavirus) વધી રહેલા સંક્રમણના કારણે વધુ એક મોટા રાજ્યએ નાઈટ કર્ફ્યૂની (Night Curfew) જાહેરાત કરી છે. પંજાબમાં પણ 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યૂ નાંખી દેવામાં આવ્યો છે. રાજ્યમાં રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે. પંજાબ સરકારે (Punjab Government) રાજ્યમાં રાજકીય મેળાવડા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
દેશમાં કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. કોરોના રસીકરણ ઝડપથી થઈ રહ્યું હોવા છતાં જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતાની વાત છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,15,736 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 630 લોકોના મોત થયા છે. જોકે 59,856 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 28 લાખ 01 હજાર 785
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 17 લાખ 92 હજાર 135
- કુલ એક્ટિવ કેસ - 8 લાખ 43 હજાર 473
- કુલ મોત - એક લાખ 66 હજાર 177
8.70 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 8 કરોડ 70 લાખ 77 હજાર 474 ડોઝ આપવામાં આવ્યા છે.
છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયેલા કેસ
- 7 માર્ચઃ 1,15,736
- 6 માર્ચઃ 96,982
- 5 માર્ચઃ 1,03,558
Immunity Boosting Tips: કોરોનાકાળમાં જો કરશો 4 વસ્તુઓ તો તમારી આસપાસ પણ નહીં ફરકે વાયરસ