હેલ્થ:કેટલાક લોકો રાત્રે તાવની સમસ્યાથી પીડિતા હોય છે. રાત્રે તાવ આવવો અને સવારે ઉતરી જવો એ કોઇ સામાન્ય વાત નથી. જો આપ આવી સમસ્યાથી પીડિત હો તો આ સમસ્યા કોઇ બીમારીના સંકેત આપે છે. જાણીએ ક્યા કારણે આવું થઇ શકે છે.


સામાન્ય રીતે લોકો રાત્રે તાવ આવી જવાની સમસ્યાને હળવાશથી લે છે પરંતુ જો આપને રાત્રે તાવ આવતો હોય અને સવારે ઉતરી જતો હોય તો આ કોઇ બીમારીના સંકેત હોઇ શકે છે. જો આ સમસ્યા બહુ લાંબા સમયથી હોય તો તેને હળવાશથી ન લેવી જોઇએ. તે ઘાતક પણ સાબિત થઇ શકે છે.


જો આપ સવારે ઉઠીને ફ્રેશ મહેસૂસ ન કરતા હો અને થકાવટ અનુભવાતી હોય તો તેનો અર્થ છે કે, આપને રાત્રે તાવ આવી જાય છે. તેના કારણે સવારે પણ વીકનેસ અનુભવાય છે. રાત્રે તાવ આવવા પાછળ અનેક કારણો જવાબદાર છે.


તબીબનું માનવું  છે કે, દિવસમાં આપની ઇમ્યુન સિસ્ટમ ઠીક રહે છે. તેથી દિવસમાં કોઇ સમસ્યા નથી અનુભવાતી, દિવસમાં ઇમ્યૂન સેલ્સની ક્ષમતા વધી જતી હોવાથી દિવસમાં કોઇ સમસ્યા નથી અનુભવાતી પરંતું રાત્રે ઇમ્યૂન સેલ્સ એક્ટિવ ન હોવાથી આ  સમયે શરીરમાં મોજૂદ બેક્ટરિયા નષ્ટ થવાની પ્રોસેસમાં શરીરનું તાપમાન વધી જાય છે.  


રાત્રે તાવ આવવા માટે પાયરોગન્સ પણ જવાબદાર છે.પાયરોગન્સ શરીરમાં ટેમ્પરેટર વધારતું તત્વ છે. તે સૂક્ષ્મ જીવો જેવા કે એન્ડોટોક્સિન્સથી પ્રાપ્ત થાય છે. આ પાયરોગન્સ બહારથી આપના શરીરમાં ઘૂસીને રાત્રે ભારે તાવનું કારણ બને છે.


બેક્ટરિયલ ઇન્ફેકશન પણ રાત્રે તાવ આવવા માટે જવાબદાર છે. ઉપરાંત કેટલીક વખત માનસિક તણાવ, શારિરીક શ્રમ પણ રાત્રે તાવ માટે જવાબદાર કારણ છે. જો આપને યુરીનમાં જલન થતી હોય તો યુરીન ઇન્ફેકશનના કારણે પણ રાત્રે તાવ આવી જાય છે. શરીરમાં અન્ય પ્રકારના ઇન્ફેકશન પણ તાવ માટે જવાબદાર છે. આર્થટાઇસના કારણે પણ રાત્રે તાવ આવી શકે છે.ગળામાં કે શ્વસન તંત્રમાં ઇન્ફેકશનના કારણે પણ શરીરમાં આ સમસ્યા અનુભવાય છે.